These could be next Multibagger like Tata Elxsi says market expert


મુંબઈઃ શેરબજારમાં દરેક લોકો એવા શેરની શોધમાં હોય છે જે તેમને તગડી કમાણી કરાવી શકે અને મલ્ટિબેગર સાબિત થઈ શકે . જોકે સામાન્ય રીતે મોટાભાગના રોકાણકારોને મલ્ટિબેગર શેર અંગે તેવા સમયે ખબર પડે છે. જ્યારે તે શેરની કિંમતો ખાસ્સી વધી ગઈ હોય છે. તેવામાં જો તમે પણ આવા કોઈ મલ્ટિબેગર સ્ટોકની શોધમાં હોવ તો નિષ્ણાતોની આ વાત તમારા માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે. મલ્ટિબેગર સ્ટોક એવા શેર બની શકે છે જેના માટે આગામી સમયમાં વ્યાપક અને તીવ્ર બિઝનેસની શક્યતા હોય છે. આ માટે બજારના નવા સેક્ટરના શેર પસંદ કરવાની જરુર રહે છે, કારણ કે સામાન્ય રીતે મેચ્યોર બિઝનેસના શેર મલ્ટિબેગર સાબિત થઈ શકતા નથી. નિષ્ણાતો માને છે કે આગામી સમયમાં કોન્સેપ્ટ સ્ટોક્સ, કે જે કંપનીઓ કંઈક અલગ કરી રહી છે અને તેમની પ્રોડક્ટનું ખૂબ જ મોટું માર્કેટ ભવિષ્યમાં છે. તો તેમના શેરમાં તગડો નફો થવાની શક્યતા છે. નિષ્ણાતો સ્પષ્ટ માને છે કે નવા મલ્ટિબેગર ડિજિટલ બિઝનેસના સ્ટોક્સ પૈકી કોઈ બની શકે છે. જાણીતા માર્કેટ નિષ્ણાત દીપન મહેતાએ મલ્ટીબેગર સ્ટોક્સ વિશે વાત કરતા જણાવ્યું છે કે, નવા ડિજિટલ બિઝનેસના કુલ 30-40 જેટલા મલ્ટીબેગર સ્ટોક્સ આગામી સમયમાં બજારમાં જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદી કંપનીને તગડો રિસ્પોન્સ, વર્ષનો સૌથી વધુ સબ્સક્રાઈબ થનાર આઈપીઓ બન્યો

શું તમારી પાસે Zee-Sony, PVR-Inoxમાં કોઈ રોકાણ છે?

કોઈપણ ઉદ્યોગ કે જેને વિક્ષેપનો સામનો કરવો પડ્યો છે, તે મર્જર માટે આગળ વધશે અને તે જ થતું આપણે અહીં જોઈ રહ્યા છીએ. અમારા દૃષ્ટિકોણથી ઝી બાબતે સાવચેત રહેવું પડે એમ છે. તેણે Q1માં આંકડાઓ પ્રમાણે ખુબ સારું પ્રદર્શ કર્યું નથી. હું જાણતો નથી કે મર્જર પછી પરફોર્મન્સ કેવું હશે અને OTT સ્પેસમાં કઈ પ્રકારની સ્પર્ધા છે.

મને ખાતરી નથી કે ઝી અને સોની ત્યાં વિનર્સ હોઈ શકે કે કેમ? વિજયનો તાજ નેટફ્લિક્સ અને ડિઝની હોટસ્ટાર પાસે છે અને 5G આવવાથી OTTનો ટ્રેન્ડ અહીંથી આગળ વધતો જ જશે અને તે ઝી-સોની બંને માટે ગેરલાભ છે. હું PVR-Inox માટે ખુબ સાવચેત છતાં ખૂબ જ સકારાત્મક વિચારવા માંગુ છું કારણ કે મર્જર પછી તેમનું કામ વધુ પ્રભાવિત કરે તે શક્ય છે.

આ પણ વાંચોઃ બચત કરવી છે પણ ઇક્વિટીમાં રોકાણ નથી કરવું? આ સ્ટ્રેટેજી અપાવી શકે છે સારું રિટર્ન

કોમોડિટીના ભાવનો અંદાજ લગાવવો અત્યંત મુશ્કેલ છે. હું એટલું જ કહીશ કે દરેક મેનેજમેન્ટે કહ્યું છે કે તેઓએ ભાવ વધારો લીધો છે. તમામ ઉદ્યોગોમાં ભાવ વધારા સાથે (ઓટો, રિયલ એસ્ટેટ, FMCG, બિલ્ડિંગ મટિરિયલ) મને લાગે છે કે India.Inc કિંમતમાં વધારાના કારણે ખર્ચમાં વધારો કરી રહી છે અને માંગ તેટલી વધુ થઈ રહી નથી.

ખરાબ સમાચાર એ છે કે ખાંડ ના ભાવ 4 મહિનાની સૌથી ઉંચી સપાટીએ એન્ડ ઘઉંના ભાવ 7 સપ્તાહની ઉંચાઈએ છે. એક તરફ ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે પરંતુ બીજી તરફ સોફ્ટ કોમોડીટીના ભાવ વધી રહ્યા છે.

જોકે સામાન્ય રીતે, કોમોડિટીના ઊંચા ભાવનો ભય ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આ તમામ વધારાઓ પરિબળ બન્યા છે, પરંતુ જો કોઈ પણ મુખ્ય કોમોડિટીમાં મોટો ઉછાળો આવે તો તે કદાચ શેરબજારના સેન્ટિમેન્ટને અસર કરી શકે છે, પરંતુ મોટાભાગે ફુગાવાના પ્રેશરને કારણે શેરના ભાવમાં વધારો થયો છે અને તેથી તેની એટલી ચિંતા નથી જેટલી થોડા મહિના પહેલા હતી.

Tata Elxsi મારી ઇન્વેસ્ટમેન્ટ કારકિર્દીમાં જોયેલા શેરોમાં મિનીમમ 25-30 ગણા વધીને સૌથી મોટા મલ્ટિબેગર્સમાંથી એક છે.

આ પણ વાંચોઃ  બેંક ઓફ અમેરિકાના એક્સપર્ટે કહ્યું મારુતિ સુઝુકીનો શેર આગામી 3 વર્ષમાં કરાવી શકે તગડી કમાણી

તો આગામી ટાટા એલ્ક્સી કયો સ્ટોક બનશે?

આ બહુ લોકપ્રિય થીમ નથી, પરંતુ આગામી મલ્ટિબેગર્સ ડિજિટલ વ્યવસાયોમાંથી જ એક હોઈ શકે છે, જેમાંથી કેટલાક લિસ્ટેડ છે અને કેટલાક અનલિસ્ટેડ છે. પરંતુ તે નક્કી કરવું મુશ્કેલ હશે કે એ કયો હશે, પરંતુ જો તમે તેને બાસ્કેટ તરીકે ખરીદો છો, તો તમારી પાસે આમાંના કોઈપણ નવા ડિજિટલ બિઝનેસમાંથી 30-40 મલ્ટિબેગર હોવાની તેમાં સામેલ હોવાની સંભાવના વધારે છે.”

મારી 30-40 વર્ષની રોકાણ કારકિર્દીમાં હું તમને કહી શકું છું કે – FMCG, પેટ્રોકેમિકલ્સ, તેલ, સિમેન્ટ તમને આગળ જતા મલ્ટિબેગર્સ નહીં આપે. મલ્ટિબેગર્સ સ્ટોક કોન્સેપ્ટ સ્ટોક્સમાંથી આવશે, જે કંપનીઓ અલગ રીતે કામ કરી રહી છે જેનું વિશાળ બજાર છે અને તેઓ ખૂબ જ ઓછા ખર્ચે ઝડપથી ગ્રોથ કરી શકે છે. આમાંના ઘણા બધા ડિજિટલ વ્યવસાયો તે માપદંડોને અનુરૂપ હોય છે અને તે મારી તેજીની આશાનું કારણ છે.

મારે કહેવું જ જોઇએ કે આ તમામ નવા યુગના ડિજિટલ વ્યવસાયોના લિસ્ટીંગ પછી તેમાં જે સુધારા થઈ રહ્યાં છે, તેના કારણે આ તબક્કે આપણે બેકફૂટ પર છીએ.

આ પણ વાંચોઃ સામાન્ય લાગતા આ બિઝનેસમાં છે બંપર કમાણી, બજારમાં રહે છે જંગી માંગ

શું તમે હજુ પણ Paytm માં રોકાણ ધરાવો છો? આ શેર આગળ વધશે?

રેકોર્ડ માટે મારી પાસે Paytmમાં રોકાણ નથી, પરંતુ તે મારી વોચલિસ્ટમાં છે અને હું તેને ખૂબ નજીકથી ટ્રૅક કરું છું. જેટલા જલ્દી હું જાણી શકીશ કે તે કેવી રીતે નફાકારક બનશે અને આવકના વિશાળ સ્ત્રોતો કયા હશે, તો કદાચ હું તેમાં પડીશ.

મારી સરળ રજૂઆત એ છે કે આમાંથી કોઈ એક અથવા આમાંની મોટાભાગની કંપનીઓ બેસ્ટ વેલ્યુ ક્રીએટર બની શકે છે, કારણ કે તેમના જે પ્રમાણેના બિઝનેસ મોડલ છે અને તે બિઝનેસ મોડલ્સ વિશેની આપણી સમજ અને સેક્ટરમાં જે પ્રકારના ફેરફારો થઈ રહ્યા છે, તે પરથી અંદાજ લગાવવો મુશ્કેલ છે કે કોણ વિજેતા બનશે.

પરંતુ જો તમે તેને બાસ્કેટ તરીકે ખરીદો છો, તો મને ખાતરી છે કે જો તમારી પાસે ચાર કે પાંચ સ્ટોક એવા હોય જે ખોટ કરતા હોય, તો પણ તે એક જ વીનર સ્ટોક દ્વારા પૂરતા પ્રમાણમાં વળતર મળશે, જે આગામી વર્ષોમાં 30-40 ગણા અથવા તેથી વધુ વધી શકે છે.આપણે તે કયો સ્ટોક છે તે અત્યારે જાણતા નથી પરંતુ જો તમે તેમાં બાસ્કેટ તરીકે રોકાણ કરો છો, તો તેમાંથી મિનીમમ એક તમે ખરીદ્યું હોય તેવી સંભાવના વધારે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Expert opinion, Multibagger Stock, Share market, Stock market TipsSource link

Leave a Comment