ગોવા છોડો ગુજરાતમાં આ ખેતીથી લાખોમાં કમાણી

જ્યારે પણ ગોવા જઈએ અથવા કોઈ જતું હોય તો ગોવાના કાજુ યાદ આવે.

જોકે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં પણ ખેડૂતો કાજુની ખેતી કરી રહ્યા છે.

ખાસ કરીને વલસાડ-ધરમપૂરના પર્વતીય વિસ્તારોમાં કાજુની ખેતી થાય છે.

આ કાજુની ખેતીથી ખેડૂતો 1 એકર જગ્યામાં પણ લાખોની કમાણી કરી રહ્યા છે.

ગુજરાતનું વાતાવરણ અને હવામાન કાજુના ઝાડને માફક આવે તેવું છે.

સરકાર દ્વારા પણ કાજુ પ્રોસેસિંગ યુનિટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

કાજુને ગરમ વાતાવરણ માફક આવે છે, તેને 20થી 35 ડીગ્રી તાપમાન જરુરી છે.

આમ તો કોઈપણ પ્રકારની માટી ચાલે પરંતુ લાલ માટી વધુ સારી ગણાય છે.


કાજુના ઝાડની લંબાઈ 14થી 15 મીટર જેટલી હોય છે.


કાજુને એકવાર વાવ્યા પછી ઘણા વર્ષો સુધી ફળ આવતા રહે છે.


એકવાર વાવણી સમયે ખર્ચ આવે છે બાકી કમાણી જ કમાણી છે.



1 હેક્ટરમાં 500 વૃક્ષ વાવી શકાય છે અને 1 વૃક્ષ 20 કિલો કાજુ આપે છે.



બજારમાં કાજુ 1200 રુપિયા કિલોના ભાવે વેચાય છે. 



આમ હિસાબ કરો તો વર્ષે દહાડે જાણે ચાંદી વરસતી હોય તેવી કમાણી થઈ શકે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો