ગોળ ભેળસેળ વાળો છે કે શુદ્ધ આ રીતે પારખો
ગોળનો ઉપયોગ સામાન્ય રીતે દરેક ઘરમાં થાય છે.
ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે.
ગોળની વધતી માંગને ધ્યાનમાં રાખીને તેમાં ભેળસેળ કરવામાં આવી રહી છે.
ભેળસેળ માટે ગોળમાં કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરવામાં આવે છે.
આ પ્રકારના ગોળનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ભેળસેળવાળો ગોળ ઓળખવો એ કંઈ મુશ્કેલ કામ નથી. આ માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.
ગોળ લેતા પહેલા તમારે તેનો ટેસ્ટ અવશ્ય કરવો જોઈએ.
વાસ્તવમાં ભેળસેળવાળા ગોળનો સ્વાદ થોડો કડવો અને ખારો બની જાય છે.
હંમેશા સખત ગોળ ખરીદવાનું પસંદ કરો.
જો બજારમાં મળતો ગોળ સફેદ, આછો પીળો કે લાલ રંગનો હોય તો તેને ખરીદવાનું ટાળો.
શુદ્ધ ગોળને ઓળખવાની સૌથી સરળ રીત તેના રંગ દ્વારા છે.
જો ગોળ બ્રાઉન સિવાય કોઈપણ રંગનો હોય તો તે શુદ્ધ હોઈ શકે નહીં.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો