wow! ઈન્ટરનેટ વગર પણ પેમેન્ટ કરી શકશો

UPI જેવી સુવિધા તમને ઘરે બેઠા સરળતાથી રૂપિયા ટ્રાન્સફર કરવાની સેવા આપે છે.

ડિજિટલ પેમેન્ટ માટે UPIનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. 

મોટાભાગના લોકો UPI પેમેન્ટ કરવા માટે પેટીએમ, ફોન પે, ગૂગલ પેનો ઉપયોગ કરે છે.

હાલમાં જ યૂપીઆઈએ તેનું નવુ વર્ઝન UPI 123pay રજૂ કર્યુ છે.

આ વર્ઝન દ્વારા તમે ઈન્ટરનેટ વિના પણ યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન કરી શકશો.

આ વર્ઝન વિશેષ રૂપથી ફીચર ફોન ઉપયોગકર્તાઓ માટે બનાવવામાં આવ્યુ છે.

આ માટે તમારે પહેલા 080 4516 3666 IVR નંબર ડાયર કરવાનો રહેશે. 

ત્યારબાદ આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરો અને UPI પિન દ્વારા તમારા પેમેન્ટને પૂર્ણ કરી શકો છો.

આ ઉપરાંત ઈન્ટરનેટ વિના USSDથી પણ UPI પેમેન્ટ કરી શકાય છે. 

માટે તમારે GSM સ્માર્ટફોન પર ‘*99#’ નંબર ડાયલ કરવો પડશે.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો