કઈ રીતે પાણી વેચી 1500 કરોડની બ્રાન્ડ બની Bisleri
બિલ્સેરીની સ્થાપના ઈટલીના Signor Felice Bisleriએ કરી હતી.
ભારતમાં વેપાર વૃદ્ધિને જોતા ડોક્ટર રોજિજ કંઈક અલગ કરવાનું વિચારી રહ્યા હતા.
તે સમયે મુંબઈમાં મળનારા પાણની ક્વાલિટી ઘણી જ ખરાબ હતી.
ત્યારે ડોક્ટર રોજિજને વિચાર આવ્યો કે, બિસ્લેરી કોન્સેપ્ટ વાળો બિઝનેસ ભારતમાં પણ શરૂ કરી શકાય.
આ બિઝનેસ ભારતમાં ઘણો સફળ થયો અને ડોક્ટર રોજિજે 1965માં મુંબઈના ઠાણેમાં પહેલા વોટર પ્લાન્ટ સ્થાપિત કર્યો.
બિઝનેસની શરૂઆતમાં બે પ્રોડક્ટોને વેચાણ માટે મૂકવામાં આવી- બિસલેરી વોટર અને બિસલેરી સોડા
ત્યારબાદ 1969માં Parle કંપનીના ચૌહાન બ્રધર્સે બિસલેરીને ખરીદ્યું.
પાર્લેએ 4 લાખ રૂપિયામાં બિસલેરી ઈન્ડિયાની ખરીદી કરી હતી.
સાથે સાથે બ્રાન્ડનું પ્રમોશન અને પેકિંગ પણ નવા-નવા ફેરફાર કરવામાં આવ્યા.
1985 દરમિયાન PET પ્લાસ્ટિક મટરિયલે આ ઉદ્યોગને ધરમૂળથી બદલી દીધો.
વર્ષ 2002માં બિસ્લેરીની સફળતાથી પ્રેરિત થઈને ઘણી નવી બ્રાન્ડ્સ બજારમાં આવી.
જેથી બિસ્લેરીએ વિવિધ આકર્ષક પેકેજ બજારમાં રજૂ કર્યા અને તેની જાહેરાતમાં પણ ઘણા ફેરફાર કર્યા.
સમય જતા બિસ્લેરી વધુ મજબૂત બનતું ગયું. 2003માં તેણે યૂરોપમાં પણ વેચાણની જાહેરાત કરી.
આજે બિસ્લેરી 135 પ્લાન્ટના દમ પર દરરોજ બે કરોડથી પણ વધારે લિટર પાણીનું વેચાણ કરે છે.
વર્તમાનમાં તેની આવક 2,000 કરોડથી પણ વધારે છે.
76 વર્ષીય રમેશ ચૌહાણ આજે પણ બિસ્લેરીના ચેરમેન છે.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો