આ ઉપાયોથી મા લક્ષ્મી કરશે બેડોપાર
લક્ષ્મીજીની કૃપા જેના પર હોય તેને ક્યારેય ધનની કમી નથી રહેતી.
તેની સાથે જ વ્યક્તિને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે.
જળમાંથી ઉત્પત્તિ થઇ હોવાથી લક્ષ્મીજીને ચંચળ કહેવામાં આવે છે.
વિશેષ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થઈ શકે છે.
પૂજા સમયે શંખ અને ઘંટ વગાડવાથી ઘરમાં મા લક્ષ્મીની કૃપા રહેશે.
તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
રાત્રે ઘરના પૂજા સ્થાનમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. ધનની કોઈ કમી નહીં રહે.
મા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે તે માટે રોજ કામની જગ્યા અને ઘરની સફાઈ કરો.
દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દરરોજ લક્ષ્મી સહસ્ત્રનામનો પાઠ કરો.
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો