ગુજરાતનું એક એવું ગામ કે જ્યા ઘર પર નથી એક પણ અગાશી
પેપળું ગામના લોકો કોઈ પણ પ્રકારની શંકા વિના 750 વર્ષથી સાચવી રહ્યા છે પોતાની પરંપરા
આ એક એવું ગામ છે જ્યા એક પણ મકાનને પાકી છત નથી
મંદિર સૌથી ઉંચું હોવાથી અહીં લોકો ધાબા વાળું મકાન બનાવી શકતા નથી.
લોકોમાં માન્યતા છે કે, નિષ્કલંકી નકળંગ ભગવાનનું મંદિર જ ઉંચું હોવુ જોઈએ.
ગામનો દરેક વ્યક્તિ સમાન હોવો જોઈએ, જેથી બધાના મકાનની છત એક સમાન જ હોવી જોઈએ: મહંત
પેપળું ગામમાં એક હજાર જેટલા મકાનો છે, પરંતુ એક પણ મકાનને પાકી છત નથી.
ઈતિહાસ ભૂલાયો નથી: આધુનિક યુગમાં પણ લોકો પોતાની પરંપરાને ગર્વ સાથે સાચવી રહ્યા છે.
પેપળું ગામમાં બેસતા વર્ષે અને ભાઈબીજના દિવસે ભરાય છે પૌરાણીક અને રજવાડી મેળો
પેપળું ગામમાં ભરાતા મેળામાં દૂર દૂરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળું દર્શન કરવા માટે આવતા હોય છે.