Your Page!

1972ની ચૂંટણીમાં કોંગ્રેસ બહુમતી સાથે જીતી અને ઘનશ્યામ ઓઝાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં

કોંગ્રેસના ધારાસભ્યોનું ઘનશ્યામભાઈને સમર્થન નહોતું, છતાં તેમને મુખ્યમંત્રી બનાવ્યા હતા

આખરે ધારાસભ્યોની નેતૃત્વ પરિવર્તનની માગને લઈને કોંગ્રેસ હાઇકમાન્ડે નમતું મૂક્યું

આખરે ઘનશ્યામ ઓઝાનું રાજીનામું લઈને ચીમનભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા

તે સમયે ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો અને મોંઘવારી આસમાને પહોંચી ગઈ હતી

ત્યારે મોરબીની એન્જિનિયરિંગ કોલેજના ફૂડ બિલમાં વધારો કરવામાં આવ્યો

વિદ્યાર્થીઓએ પૂરજોશમાં ભાવવધારાનો વિરોધ કર્યો હતો અને આંદોલન કરવાનું નક્કી કર્યુ

આ આંદોલનને વેગ આપવા સમગ્ર ગુજરાતમાં 400 જેટલી ‘નવનિર્માણ યુવક સમિતિ’ બનાવવામાં આવી

અમદાવાદ સુધી આ આંદોલન વિસ્તર્યુ અને અનેક રાજકારણીઓએ તેનો ટેકો આપ્યો

સરકારે 1400 વાર આંદોલનકારીઓ પર ગોળીબાર કર્યા, જેમાંથી 120 મૃત્યુ પામ્યા

આખરે કંટાળીને ચીમનભાઈ પટેલે રાજીનામું આપી દીધું અને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગું થયું

વિદ્યાર્થીઓએ વિધાનસભાના વિસર્જનની માગ કરી આંદોલન ચાલુ રાખ્યું

મોરારજી દેસાઈએ 12મી માર્ચ, 1974ના દિવસે વિધાનસભાના વિસર્જનની માગ કરી આમરણાંત ઉપવાસ ચાલુ કર્યા

આ ઘટના બાદ રવિશંકર મહારાજે તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પત્ર લખી વિધાનસભાનું વિસર્જન કરવા જણાવ્યું

આખરે 15મી માર્ચ, 1974ના દિવસે ઇન્દિરા ગાંધીએ રાતે રેડિયો દ્વારા ગુજરાત વિધાનસભાના વિસર્જનની જાહેરાત કરી

એક ફૂડબિલમાં થયેલા ભાવવધારાએ યુવા શક્તિને જગાડી, જેણે સરકાર પાડીને વર્ષથી વધુ સમય માટે રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો