આ 'લવસ્ટોરી' તમારુ કાળજુ કંપાવી દેશે
લિવ ઇન પાર્ટનર સાથે રહેતી શ્રદ્ધાની લવસ્ટોરીએ લીધો ખતરનાક વળાંક
મુંબઈની શ્રદ્ધા વાલકર આફતાબ પૂનાવાલા સાથે લિવ ઈનમાં રહેતી હતી
હવે ખુલાસો થયો છે કે આફતાબે શ્રદ્ધાની ઘાતકી રીતે હત્યા કરી દીધી છે
આફતાબે 6 મહિના પહેલા જ શ્રદ્ધાની હત્યા કરી દીધી હતી
શ્રદ્ધાની હત્યા બાદ આફતાબે લાશના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખી મૂક્યા હતા
બાદમાં થોડાં થોડાં ટુકડા રાત્રે જંગલમાં ફેંકતો રહ્યો હતો
આફતાબની પૂછપરછ કરતાં શરૂઆતમાં તેણે પોલીસને ગેરમાર્ગે દોરી હતી
બાદમાં તેણે કબૂલ્યુ, અમેરિકન ટીવી ક્રાઇમ સિરિયલ 'ડેક્સટર' જોઈને લાશ ઠેકાણે લગાવી હતી
શ્રદ્ધાના પિતાએ આફતાબે જ હત્યા કરી હોવાની આંશકા વ્યક્ત કરી હતી
પિતાએ શ્રદ્ધાને અનેક વખત આફતાબ સાથે લિવ ઇનમાં રહેવાની ના કહી હતી
શ્રદ્ધાએ પિતાને કહ્યું હતું કે, 'હું પુખ્ત છું, મારા નિર્ણય જાતે લેવા માટે સક્ષમ છુ'
લિવ ઇન દરમિયાન આફતાબે મારપીટ કરતા શ્રદ્ધા એક વખત માતાના ઘરે આવી ગઈ હતી
આફતાબે માફી માંગતા શ્રદ્ધા ફરીથી તેની સાથે રહેવા લાગી હતી
પોલીસ અનુસાર, આફતાબનું બીજી છોકરીઓ સાથે પણ અફેર હતુ
શ્રદ્ધાએ લગ્ન કરવાનું દબાણ કરતા આફતાબે તેની હત્યા કરી નાખી હતી
વધુ વેબ સ્ટોરી માટે ક્લિક કરો..