Woman files complaint against Shailendra Krishna


અમદાવાદ: પાખંડી મહારાજ એવા કથાકારની લીલા સામે આવી છે. એક યુવતી કથા પૂર્ણ થયા બાદ મહારાજને મળવા ગઈ હતી. ત્યાં નીચે નમી તેમના દર્શન કરતી હતી ત્યારે આ કથાકાર મહારાજે યુવતીની પીઠ પર બદ ઈરાદાથી હાથ ફેરવતા કઈક અજુગતું લાગતા યુવતી ધક્કો મારી ત્યાંથી ભાગી ગઈ હતી. યુવતીએ સમગ્ર મામલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના સોલા વિસ્તારમાં રહેતી એક યુવતીનો પતિ શિક્ષક તરીકે નોકરી કરે છે અને સંતાનમાં આ યુવતીને એક દીકરો છે. ફેબ્રુઆરી 2022માં ફ્લેટની બાજુમાં આવેલા અન્ય ફ્લેટમાં આવેલા મંદિરમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કથામાં આ યુવતી તથા તેની પિતરાઈ બહેન કથા સાંભળવા જતા હતા. જે કથાના કથાકાર તરીકે ઉત્તર પ્રદેશના વૃંદાવન ખાતે રહેતા અને મૂળ ભોપાલ મધ્ય પ્રદેશના વતની શૈલેન્દ્ર કૃષ્ણજી મહારાજ કથા કરતા હતા. આ યુવતી તેઓના સંપર્કમાં આવતા કથાકાર કથા પૂરી કરી પરત તેઓના વતન ખાતે જતા રહ્યા હતા.

આ પણ વાંચો: કસરત કરાવતા કરાવતા રંગીન મિજાજી ડોક્ટરે યુવતી સાથે કર્યું ગંદુ કામ

બાદમાં થોડા સમય પછી અન્ય એક એપાર્ટમેન્ટના કોમન પ્લોટમાં ફરીવાર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓ બંને એપાર્ટમેન્ટમાં ગયા હતા. મહારાજ કથા પૂરી કરી રોકાણવાળા સ્થળે રોકાતા હતા અને મહારાજ કહેતા હતા કે કોઈ ભક્તને દર્શન કરવા કે, પ્રશ્ન હોય તો પર્સનલ તેઓને રોકાણ વાળા સ્થળે રૂબરૂ મળવું. જેથી આ યુવતી રાત્રે કથાકારના દર્શન કરવા માટે રોકાણવાળા સ્થળે ગઈ હતી.

આ પણ વાંચો: સુરત: લિફ્ટમાં અડધો કલાક સુધી મહિલા ફસાઇ, જુઓ વીડિયો

જ્યાં યુવતીએ તેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેથી કથાકારે તેઓના રૂમમાં એકલી બોલાવી રજૂઆત કરવા જણાવ્યું હતું. બાદમાં યુવતી એકલી આ કથાકારના રૂમમાં ગઈ હતી અને પગે લાગવા માટે નીચે વળતા આ મહારાજે તેની લાજ લેવાના ઇરાદે પીઠ પર બદ ઈરાદાથી હાથ ફેરવવા લાગ્યો હતો. મહારાજનું આવું વર્તન યુવતીને ન ગમતા તેણે મહારાજને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને બાદમાં આબરૂ બચાવવા રૂમમાંથી આ યુવતી ભાગી અને બહાર નીકળી ગઈ હતી.

તે વખતે મહારાજે દરવાજા સુધી આ યુવતીનો પીછો કર્યો હતો. પરંતુ આ યુવતી ઘરની બહાર નીકળી ગઈ હતી. જે તે વખતે ડર લગતા યુવતીએ આ વાતની જાણ કોઈને કરી નહોતી. પરંતુ બે દિવસ પહેલા આ વાતની જાણ તેને તેના પતિને કરતા તેના પતિએ જણાવ્યું કે, આવા પાખંડી કથાકારો વિરુદ્ધમાં જો આપણે ફરિયાદ નહીં કરીએ તો તેઓ આવી બીજી સ્ત્રીઓ સાથે પણ આ પ્રકારનું કૃત્ય કરવાનું ચાલુ રાખશે. જેથી યુવતીએ કથાકાર શૈલેન્દ્ર કૃષ્ણજી મહારાજ વિરુદ્ધ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: અમદાવાદ, ગુજરાત



Source link

Leave a Comment