દેવતાઓની ઠેકડી ઉડાવવાનો આરોપ
થેંક ગૉડમાં અજય દેવગણ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અજય દેવગણ ચિત્રગુપ્તની ભૂમિકામાં જોવા મળશે, જે મૃત્યુ પછી તમામના પાપ અને પૃષ્ણનું હિસાબ-કિતાબ રાખે છે. હિંદૂ જનજાગૃતિ સમિતીના પ્રવક્તા મોહન ગૌંડાએ કહ્યુ કે, “ટ્રેલરમાં કલાકાર હિંદૂ દેવતાઓની મજાક ઉડાવતા જોવા મળે છે. અમે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામ પર ચિત્રગુપ્ત અને હિન્દૂ ધર્મના ભગવાન યમની મજાક ક્યારેય સહન કરીશું નહીં, શું આ ટ્રેલરના રિલીઝ થવા સુધી સેંસર બોર્ડ ઉંઘી રહ્યુ હતુ?”
સંસ્થાની માંગ છે કે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં આવે નહીં. તે ઉપરાંત સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે, રાજ્ય અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયોને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવો જોઇએ કારણ કે તેનાથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોચે છે. આ સાથે હિન્દૂ સંગઠને ચેતવણી પણ આપી છે કે ફિલ્મ રિલીઝ થશે તો તેઓ રસ્તા પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે.
હિંદૂ જનજાગૃતિના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ શિંદેએ જણાવ્યું હતુ કે, “બોલિવૂડ હંમેશા હિંદૂ ધર્મના વિરૂદ્ધ કામ કરતા જોવા મળે છે. પીકે જેવી મૂવી હોય કે હવે આવનારી થૈંક ગૉડ જેવી ફિલ્મ હોય દરેકમાં ભગવાનનું અપમાન કરવામાં આવ્યું છે. દરેક જગ્યાએ હિંદૂ દેવતાઓને હાસ્ય-વિનોદના રૂપમાં દર્શાવવામાં આવે છે. હિંદૂ દેવતા, હિંદૂ ધર્મ કે હિંદૂ ગ્રંથ, તેમના વિશે હંમેશા ઠેસ પહોચાડવામાં આવે છે. શું હિંદૂંઓની ધાર્મિક ભાવનાને તમે માનતા નથી? અમે ફિલ્મ રિલીઝનો વિરોધ કરીએ છીએ.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ
ઉલ્લેખનિય છે કે થેંક ગૉડને ઇંદ્ર કુમારે ડિરેક્ટ કરી છે અને તેના પ્રોડ્યૂસર ટી સીરિઝના ભૂષણ કુમાર છે. ફિલ્મ 25 ઓક્ટોબરે દેશભરના થિયેટરોમાં રિલીઝ થવાની છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર