Table of Contents
આરોપીઓના નામ
- આસિફ વોરા
- ઉવેશમીયા મલેક
- સરફરાજ મલેક
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓ પાસેથી પાસેથી પોલીસે ઇકો ગાડીના સાઇલેન્સર 15 નંગ, લોખંડના સળિયા, પકડ, હથોડી, પાના અને એક ગાડી સહિત રૂપિયા 15 લાખ 50 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમણે 143 જગ્યાએથી કુલ 192 સાઇલેન્સરની ચોરી કરી હતી.
આ પણ વાંચોઃ સ્ટેટ GST, ATSઅને ક્રાઇમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન
સાયલેન્સરમાંથી મોંઘી ધાતુ કાઢી દિલ્હી વેચતા હતા
પોલીસે કરેલી તપાસમાં મળતી માહિતી પ્રમાણે, પકડાયેલા આરોપીઓ અમદાવાદ, આણંદ જિલ્લાના વિસ્તારોમાં રાતના સમયે પાર્કિંગમાં પાર્ક કરેલી ઇકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતા હતા. તેમાંથી મળતી પેલેડિયમ અને રોડિયમ ધાતુને કાઢી લેતા હતા. ત્યારબાદ તેને ઉત્તર પ્રદેશના આઝમગઢના રહેવાસી નવાબ તથા ફૈઝાન નામના માણસો મારફતે દિલ્હી વેચતા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદમાં પતિનો પત્નીને ત્રાસ, આ છોકરો કોનો છે?
અમદાવાદ-આણંદમાંથી ચોરી કરતા હતા
આ ઉપરાંત આરોપીઓ સાયલેન્સરમાંથી કિમતી ધાતુ કાઢીને પોતાની પાસે રાખતા હતા અને જ્યારે નવી જગ્યાએ ચોરી કરે ત્યારે નવું સાયલેન્સર કાઢીને જૂનું લગાવી દેતા હતા. આ ત્રણેય આરોપીઓએ કેટલાક ઇસમો સાથે મળીને ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધીમાં પશ્ચિમમાંથી 192 સાયલેન્સર તથા આણંદના બોરસદ, કરમસદ, પેટલાદ સહિતના વિસ્તારોમાંથી 10 જેટલા સાયલેન્સર ચોરી કર્યા હતા.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આસિફ વોરા વર્ષ 2016માં સેટેલાઇટ, વસ્ત્રાપુર તેમજ સોલા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે. વર્ષ 2020માં આણંદ જિલ્લાના ખંભાત પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ અન્ય કેટલીક જગ્યાએ સાયલેન્સરની ચોરીના ગુનામાં પણ પકડાયેલો છે. જેમાં નવેમ્બર 2021માં જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી તેણે સાયલેન્સરની ચોરી કરવાનું શરૂ કર્યુ હતુ. જ્યારે સરફરાઝ મલેક વર્ષ 2017માં સેટેલાઇટ, વસ્ત્રાપુર, એલિસબ્રિજ અને ચાંગોદરમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad crime branch, Ahmedabad news, Ahmedabad police