અમદાવાદ, ગાંધીનગરની હોટેલ હાઉસફૂલ : ટેક્સીમા પણ વેઇટિંગ-ચૂંટણી, લગ્નસરા, પ્રમુખ સ્વામી મહારાજ મહોત્સવને પગલે

-અનેક હોટેલોમાં જાન્યુઆરી સુધી એડવાન્સ બૂકિંગ : કેટરિંગ કંપની દ્વારા રાજસ્થાન-દિલ્હીથી વધારાનો સ્ટાફ બોલાવાયો

અમદાવાદ, મંગળવાર

કોરોના વાયરસના
કેરને પગલે હોટેલ, એરલાઇન્સ, ઈવેન્ટ મેનેજમેન્ટ, ડેકોરેટર્સ, કેટરર્સ સહિતના વ્યવસાય
માટે વિતેલા બે વર્ષ ખૂબ જ કપરા રહ્યા હતા. પરંતુ “દેનેવાલા જબ ભી દેતા, દેતા છપ્પર
ફાડ કે’ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી, કોઇ નિયંત્રણ વિના યોજાનારા લગ્નસરા, ૧૫ ડિસેમ્બરથી
શરૃ થતા પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દિ મહોત્સવથી વર્તમાન સમય તેમના માટે બખ્ખાં
કરાવનારો પુરવાર થઇ રહ્યો છે. જેના પગલે હોટેલથી લઇને કેટરિંગ, ટ્રાન્સપોર્ટ સર્વિસની
કિંમતમાં તોતિંગમાં વધારો થયો છે. સ્થિતિ એવી છે કે, અમદાવાદ-ગાંધીનગરની અનેક હોટેલમાં
આગામી જાન્યુઆરી સુધી મોટાભાગના રૃમ બૂક થઇ ગયા છે.

આ વખતે ૨૫ નવેમ્બરથી
૧૪ ડિસેમ્બર સુધી લગ્નના કુલ ૧૦ મુહૂર્ત છે અને ત્યાં સુધી રાજ્યભરમાં કુલ ૭૫ હજારથી
વધુ લગ્ન પ્રસંગ યોજાશે. આ પૈકી ચૂંટણી નજીક હોય તે અરસામાં એટલે કે ૨૯ નવેમ્બર, ૨-૪
ડિસેમ્બરના પણ લગ્નના શુભ મુહૂર્ત છે. કેટરિંગ,અને પાર્ટી પ્લોટ સાથે સંકળાયેલા વેપારીઓના
કહેવા પ્રમાણે બે વર્ષ બાદ કોઈ પણ જાતના કોરોનાના નિયંત્રણ વગર લગ્નો યોજાવાના હોવાથી
આ વખતે લગ્નોનુ આયોજન પણ વધારે છે.

અનેક નેતાઓ-પક્ષો
દ્વારા ચૂંટણી સુધી પોતાના મત વિસ્તારના લોકોતેમજ કાર્યકરો માટે  જમણવારનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના કારણે
લગ્ન અને ચૂંટણીની મોસમથી કેટરિંગની કિંમતમાં પણ સામાન્ય દિવસો કરતાં ૨૫ ટકા જેટલો
વધારો નોંધાયો છે. કેટરિંગ સ્ટાફ ખૂટી પડે તેવી સંભાવનાને પગલે કેટલીક કેટરિંગ સર્વિસ
દ્વારા રાજસ્થાનથી વધારાનો સ્ટાફ પણ બોલાવવામાં આવી રહ્યો છે.  આ ઉપરાંત ચૂંટણી વખતે રાજ્ય બહારથી અનેક નેતાઓ-પત્રકારોના
પણ ગુજરાતમાં ધામા હશે. જેના કારણે હોટેલ બૂકિંગને લઇને પણ ધસારો છે.૨૫ નવેમ્બરથી પાંચ
ડિસેમ્બર સુધી દરેક નાના ગામ, નગર શહેરમાં આવેલી મોટાભાગની વાડી, પાર્ટી પ્લોટ, હોલ
બૂક થઈ ચુકયા છે.આ સિવાય હોટલોમાં અને અતિથિ ગૃહોમાં થયેલા એડવાન્સ બૂકિંગ થયું છે
તે અલગ.વેપારીઓના કહેવા અનુસાર આ વખતે યોજાયેલા લગ્નો પૈકી ૮૦ ટકા લગ્નો એવા છે જેમાં
આમંત્રિતોની સંખ્યા ૫૦૦ થી ૮૦૦ની વચ્ચે છે.જ્યારે ૧૦ ટકા લગ્નોમાં ૧૦૦૦થી ૧૫૦૦ જેટલા
આમંત્રિતો હશે.

પ્રાઇવેટ ટેક્સી
માટે પણ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. ગુજરાત ટૂરિસ્ટ વ્હિકલ ઓપરેટર્સ એસોસિયેશન-અમદાવાદના
અમરિષ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, ‘ હાલ પ્રતિ કિલોમીટરે ટવેરાનું ભાડું ૧૫ રૃપિયા, ફોર
સીટર કારનું ભાડું રૃપિયા ૧૩, એસી મિની બસનું ભાડું રૃપિયા ૪૦, નોન એસી મિની બસ માટે
રૃપિયા ૨૭ જ્યારે ૫૬ સીટની બસનું ભાડું રૃપિયા ૪૦ થી ૪૫ની આસપાસ છે. ચૂંટણી, લગ્નને
લીધે મોટાભાગના નાના-મોટા વાહનો, બસના બૂકિંગ થઇ ગયા છે. ‘

 

 Source link

Leave a Comment