અલ્પેશ ઠાકોર શંકર ચૌધરી લવિંગજી ઠાકોર રાધનપુર


પાટણ: રાધનપુરમાં ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરના સમર્થનમાં યોજાયેલી જાહેર સભામાં અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી ગયા હતા. જ્યાં અલ્પેશ ઠાકોરે લવિંગજી અંગે બોલ્યા કે, લવિંગજી સાચા અર્થમાં ભલો માણસ બની જશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, મારો પ્રચાર છોડીને લવિંગજીને જીતાડવા હું આવ્યો છું. મારો ફેરો માથે ન પડવો જોઇએ. આ સાથે સંબંધોનાં સમીકરણ પણ બદલાયા. એક સમયે અલ્પેશ ઠાકોરનું નામ ન લેનાર લવિંગજીએ અલ્પેશને ગળે મળ્યા હતા.

‘હું મોવડી મંડળનો આભાર માનું છું’

લવિંગજીનાં ચૂંટણી પ્રચારમા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, હું રાધનપુરમાં 50 હજાર મત જીતી રહ્યો છું. એવો રિપોર્ટ આવી રહ્યો હતો. પરંતુ મોવડીમંડળે મને કહ્યુ કે, આખા ગુજરાતમાં તારો ઉપયોગ કરવો છે એટલે મને બીજે મુક્યો છે. હું મોવડી મંડળનો આભાર માનું છું.આ પણ વાંચો: કોંગ્રેસે વોટ બેંક માટે જ રામ મંદિર ન બનાવ્યું: અમિત શાહ

અલ્પેશ ઠાકોરની વ્યથા

આ સાથે અલ્પેશ ઠાકોરે પોતાની વ્યથા સંભળાવતા કહ્યુ કે, મારી કમનસીબી છે કે હું, જ્યાં જાઉં ત્યાં મને બહારનો કહે છે. મને ખબર નથી હું ક્યાંનો છું. હું બધાનો છું એટલે એવું લાગે છે. મારા અને શંકરભાઈ પર વિશ્વાસ મુકી લવિંગજીને જીતાડજો. લવિંગજીની બધી ભૂલોને ભૂલીને માફ કરી જીતાડજો.

આ પણ વાંચો: વધુ એક કોંગ્રેસી નેતાએ કર્યા કેસરિયા

આપને જણાવીએ કે, વર્ષ 2017માં રાધનપુર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ અલ્પેશ ઠાકોરે બીજા તબક્કાની ચૂંટણી માટેના પ્રચારના છેલ્લા દિવસે નરેન્દ્ર મોદી લાખો રૂપિયાના મશરૂમ ખાઈને ગોરા થયા હોવાનું નિવેદન કરીને એક નવો વિવાદ ઊભો કર્યો હતો. અલ્પેશ ઠાકોરનો એક વીડિયો હાલ ભારે ચર્ચામાં છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: અલ્પેશ ઠાકોર, ગુજરાત, ગુજરાત ચૂંટણી, પાટણ

Source link

Leave a Comment