Abhishek Gondaliya. Amreli. ગુજરાતના અતિ મહત્વના ગણાતા અમરેલી અને ગીરના વન્ય વિસ્તારમાં અવાર નવાર પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં આવી ચડતા હોય છે. તો ખેતરે કે બીજા ગામ જતી વખતે રાહદારીઓને વન્ય જીવોના દર્શન અવશ્ય થઇ જતા હોય છે. આજના મોબાઇલના યુગમાં લોકો વન્ય જીવનો આ નજારો તુરંત રેકોર્ડ કરી લેતા હોય છે અને સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે જે વાયુવેગે વાયરલ પણ થઇ જતા હોય છે. લોકોને ઘરબેઠા વન્ય જીવો જોવામાં વધુ રસ પડતો હોય છે આથી તેઓ આ વીડિયોને જોતા હોય છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ બન્યો છે. આ વીડિયો ગીરનો છે અને તેમાં એક સિંહણ પોતાના બચ્ચાને વ્હાલ કરી રહી હોય તેમ દેખાઇ રહ્યું છે.અમરેલી જીલ્લો એ ગીર વિસ્તારની અંદર ગણાતો જિલ્લો ગણવામાં આવે છે. ત્યારે આજે એક સિંહણ અને એના બચ્ચાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે. અમરેલીના ગીર વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવેલી છે જેમાં મા તે મા બીજા વગડાના વા કહેવાથી કહેવત અનુસાર મનુષ્યની સાથે પ્રાણીઓ પણ આ એક લાગણી સફર વિડીયો જોવા મળ્યો છે. મધ્ય રાત્રે સિંહણ અને સિંહણ ના બચ્ચા સાથેનો આ વિડીયો વાયરલ થયો છે.
આ વીડિયોની અંદર લાગી આવે છે કે મા તે મા બીજા વગડાના વા જેવી કહેવત અહીં સાર્થક હતી જોવા મળી રહી છે. સિંહણના બચ્ચા સાથે જોવા મળી છે. આ સિંહણ અને એના બચ્ચા નો 15 સેકન્ડ થી 16 સેકન્ડ નો વિડીયો સામે આવ્યો છે. જેમાં સિંહણ પોતાના સિંહ બળને મોઢામાં લેવાનો પ્રયાસ કરે છે પરંતુ સિંહ બાળ છે જે છટકી જાય છે અને બાદમાં સિંહણ સિંહ બાળ ની પાછળ પાછળ જાય છે. આ વિડીયો કોઈ રાહ ધારીએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે. વિડીયો પરથી અંદાજ લગાવી શકાય છે કે રાત્રિના સમયે લેવામાં આવેલો છે. અને વીડિયોમાં બે સિંહ બાળ અને એક સિંહણ રસ્તે જતા નજરે પડી રહ્યા છે. અને સાથે જ આ અમરેલી જિલ્લાની અંદર અનેક વખત સિહોર રોડ રસ્તા ઉપર આવી ચડ્યા હોવાના તેમજ પાણી પીતા હોવાના અને શિકાર કરતા હોવાના વિડીયો વાયરલ થયેલા છે.
તમારા શહેરમાંથી (અમરેલી)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર