આ વ્યક્તિએ 43 વર્ષમાં 53 વાર કર્યા લગ્ન, વિદેશી મહિલાઓને પણ બનાવી છે પત્ની! ખૂબ જ વિચિત્ર કારણ


લગ્નનો દિવસ કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ ખાસ હોય છે કારણ કે સામાન્ય રીતે વ્યક્તિ જીવનમાં એક જ વાર લગ્ન કરે છે, તેથી તે આ દિવસને યાદગાર બનાવવા માટે તમામ પ્રયાસો પણ કરે છે. પરંતુ કેટલાક લોકો વિવિધ કારણોસર એક કરતા વધુ વખત લગ્ન કરે છે. આજે અમે તમને જે વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેણે પણ એક કરતા વધુ લગ્ન કર્યા છે. પરંતુ જ્યારે તમે તેની પત્નીઓની સંખ્યા વિશે જાણશો તો તમારા હોશ ઉડી જશે.

ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયામાં રહેતા 63 વર્ષીય અબુ અબ્દુલ્લા (Saudi man married 53 times in 43 years) આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તેનું કારણ તેમના લગ્ન છે. આ વ્યક્તિએ એક-બે નહીં, 53 લગ્ન કર્યા છે. આ સાંભળીને તમે ચોંકી ગયા હશો, પરંતુ અબુને આ વાત આશ્ચર્યજનક લાગતી નથી. તેમના લગ્ન કરવાનું કારણ પણ ઘણું વિચિત્ર છે. ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓએ 53 વાર લગ્ન પોતાની ખુશી માટે કે માત્ર સંબંધ બનાવવા માટે નથી કર્યા પરંતુ જીવનમાં સંતુલન અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે કર્યા છે.

પ્રથમ લગ્ન 20 વર્ષની ઉંમરે થયા હતા

રિપોર્ટ અનુસાર જ્યારે અબુ 20 વર્ષનો હતો ત્યારે તેણે પહેલીવાર લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની તેમના કરતા 6 વર્ષ મોટી હતી. તે ખુશ હતો, તેને બાળકો પણ હતા, પરંતુ થોડા દિવસો પછી તેની અને તેની પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા. પછી તેણે ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું. 23 વર્ષની ઉંમરે તેણે બીજા લગ્ન કર્યા. પરંતુ ત્યારપછી તેની પહેલી અને બીજી પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આ ગૂંચવણો ટાળવા માટે તેણે ત્રીજી વાર અને પછી ચોથી વાર લગ્ન કર્યા. જ્યારે તે મહિલાઓ વચ્ચે ઝઘડા વધુ થયા તો અબુએ પ્રથમ ત્રણ પત્નીઓને તલાક આપી દીધા.

આ પણ વાંચો- Sex Tantra: ભારતનાં આ શહેરમાં લાગ્યા સેક્સ શીખવવાનાં કેમ્પ

કેટલાક લગ્ન માત્ર 1 રાત જ ચાલ્યા

ગલ્ફ ન્યૂઝ સાથે વાત કરતા અબુએ કહ્યું કે તે ઘણા લગ્ન એટલા માટે કરી રહ્યો છે કારણ કે તે પોતાના માટે એક પરફેક્ટ પત્ની ઈચ્છે છે જે તેને સમજી શકે અને ખુશ રાખે. તે દરેક પત્ની સાથે સારો વ્યવહાર કરતો હતો. 43 વર્ષમાં તેણે માત્ર સાઉદી મહિલાઓ સાથે જ નહીં પરંતુ વિદેશી મહિલાઓ સાથે પણ લગ્ન કર્યા. તે 3-4 મહિના માટે બિઝનેસ ટ્રીપ પર જતો હતો અને ત્યાં મહિલાઓને મળતો હતો. તે લગ્ન વિના ખોટી પ્રવૃત્તિઓમાં ફસાઈ જવાના ડર વગર તેની સાથે લગ્ન કરતો હતો. તમને જણાવી દઈએ કે આબુના સૌથી ટૂંકા લગ્ન માત્ર 1 રાત ચાલ્યા હતા. તે હવે 1 મહિલા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે અને તે પછી બીજા લગ્ન કરવા માંગતો નથી.

Published by:mujahid tunvar

First published:

Tags: Marriage, OMG News, OMG story, Saudi arabia



Source link

Leave a Comment