ઈલોન મસ્કે કહ્યું હમણાં બ્લુ ટીક પર નહિ ચૂકવવો પડે કોઈ ચાર્જ


Twitter’s Blue tick charges: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરનો ઉપયોગ કરતા યુઝર્સ માટેમહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઈલોન મસ્ક, જેઓ ટ્વિટર પર બ્લુ ટિક માટે 8 ડોલરનો જંગી ચાર્જ વસૂલવા પર અડગ હતા, તેમણે હાલ માટે ફેરફાર કર્યો છે. મસ્કે સોમવારે ટ્વિટ કરીને માહિતી આપી કે બ્લુ ટિક માટે સબસ્ક્રિપ્શન સેવા હાલમાં મુલતવી રાખવામાં આવી છે અને તેને ફરીથી શરૂ કરવામાં આવશે. અગાઉ તેમણે નવેમ્બરના અંત સુધીમાં લોન્ચ કરવાની તૈયારી હતી, પરંતુ તેમાં કેટલાક વધુ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

મસ્કે ટ્વીટ કર્યું કે યુઝર્સના એકાઉન્ટ ચકાસવા માટે બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શનને ફરીથી લૉન્ચ કરવાની યોજના હાલમાં મોકૂફ રાખવામાં આવી છે. અમે નકલી એકાઉન્ટ અથવા સ્પામને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કેટલીક વધુ તૈયારીઓ કરી રહ્યા છીએ. આ જ કારણ છે કે નક્કી કરેલા સમયમાં બ્લુ ટિક સબસ્ક્રિપ્શન શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. આ પહેલા મસ્કે કહ્યું હતું કે જે યુઝર્સ બ્લુ ટિક ઓથેન્ટિકેશન મેળવવા માંગે છે, તેમણે દર મહિને 8 ડોલરનું સબસ્ક્રિપ્શન લેવું પડશે. તેમના આ નિર્ણયની ઘણી ટીકા થઈ હતી, પરંતુ મસ્ક પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા.

આ પણ વાંચો:22 વર્ષની ઉંમરે તમારા ખાતામાં હશે 1 કરોડ, એક્સપર્ટે કહ્યું બસ આટલું કરો

ટિક માર્ક બે રંગોમાં

મસ્કએ સંકેત આપ્યો છે કે ઓથેન્ટિકેશન અને સબસ્ક્રિપ્શનને ફરીથી લોંચ કર્યા પછી, ટિક માર્કને પણ બે રંગોમાં લાવવામાં આવશે. આ હેઠળ, વ્યક્તિગત ખાતાઓ માટે ટિક માર્કનો રંગ વાદળી રહેશે. પરંતુ સંસ્થાઓ કે કંપનીઓ માટે અલગ રંગમાં ટિક માર્ક હોય શકે છે. એટલે કે હવે તમામ યુઝર્સના ટિક માર્ક એક જ રંગના નહીં હોય.

આ પણ વાંચોઃ Kayens Technology ના શેરનું 33% ના ઉછાળા સાથે ધમાકેદાર લિસ્ટિંગ, હવે આગળ રાખી મૂકવા કે વેચી દેવા?

લોન્ચિંગનું આયોજન ક્યારે

ટ્વિટરે હાલમાં બ્લુ ટિક માટે 8 ડોલરની સબ્સ્ક્રિપ્શન ફી વસૂલવાની યોજના મુલતવી રાખી છે. મસ્કે કહ્યું કે ફેક એકાઉન્ટની વધતી સંખ્યાને રોકવા માટે કેટલાક વધુ ટેકનિકલ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જે હવે 29 નવેમ્બર પછી જ ફરી શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી બ્લુ ટિક માર્ક માત્ર રાજકારણીઓ, સેલિબ્રિટીઓ, પત્રકારો અને અન્ય જાહેર જીવન સાથે જોડાયેલા વ્યક્તિઓને જ આપવામાં આવતા હતા. જો કે, હવે મસ્કે પૈસા કમાવવા માટે આ સુવિધા તમામ વપરાશકર્તાઓ સુધી પહોંચાડવાની વાત કરી છે.

આ પણ વાંચો:Business Idea: ગોવા જ નહીં ગુજરાતમાં પણ થઈ શકે કાજુની ખેતી, આ ખેડૂતોની જેમ બની શકાય લાખપતિ

શા માટે મસ્ક ફી વસૂલવા પર અડગ છે

ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે 44 બિલિયન ડોલરની જંગી રકમ ચૂકવી હતી. આ માટે મસ્કને મોટી લોન પણ લેવી પડી હતી અને આ જ કારણ છે કે હવે તેના દ્વારા દરેક ટ્વિટર વપરાશકર્તા વ્યક્તિઓ પાસેથી રૂપિયા લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે, મસ્કે બ્લુ ટિક પર 8 ડોલરની ભારે ફી વસૂલવાની વાત પણ કરી હતી. જે નવેમ્બરની શરૂઆતમાં શરૂ થવાનું હતું. પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ્સની વધતી જતી સંખ્યાને કારણે, મસ્કે આ યોજના હાલ માટે પડતી મૂકી છે.

Published by:Darshit Gangadia

First published:

Tags: Elon musk, Twitter



Source link

Leave a Comment