એક્સપર્ટ્સનું માનવું છે કે આ શેરમાં રિકવરી જોવા મળી શકે છે


નવી દિલ્હીઃ કેન્સર અને હિપેટાઇટિસ સી માટે દવા બનાવતી દિગ્ગજ કંપની નેટકો ફાર્મા (Netco Pharma) આ વર્ષે 38 ટકા નબળી પડી ચૂકી છે. જોકે, માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે તેમાં તેજી (Price hike in netco pharma stocks)ની શક્યતાઓ જણાઇ રહી છે. લોંગ ટર્મમાં આ સ્ટોકે રોકાણકારો (Long Term Return)ના એક લાખ રૂપિયાના રોકાણને એક કરોડ રૂપિયાથી વધુની રકમ બનાવી દીધી છે. ICICI ડાયરેક્ટે હાલ આ સ્ટોકમાં ચાલી રહેલી મંદીથી ગભરાઇને સ્ટોકને વેચવાની જગ્યાએ હોલ્ડ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મે તેમાં રોકાણ માટે 660 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસને ફિક્સ કરી છે, જે હાલના ભાવથી લગભગ 16 ટકા અપસાઇડ છે. તેનો માર્કેટ કેપ 10,350.08 કરોડ રૂપિયા છે.

શા માટે એક્સપર્ટ આપી રહ્યા છે સ્ટોક હોલ્ડની સલાહ

નેટકો ફાર્મા કોમ્પ્લેક્સ જેનેરિક પ્રોડક્ટ્સ બનાવે છે અને અમેરિકન બજારમાં તેની હાજરી દમદાર છે. તો ભારતમાં કેન્સરના ઇલાજ માટે આ 39 બ્રાન્ડ નામથી દવાઓનું વેચાણ કરે છે. તે APAI (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિએન્ટ) પણ બનાવે છે. તેણે ક્રોપ પ્રોટેક્શનમાં પણ એન્ટ્રી કરી છે અને ફેરોમોન પ્રોડક્ટ લોન્ચ કરી છે, જે કોટનમાં આવતી ગુલાબી રંગની જીવાતથી પાકને બચાવવમાં મદદ કરે છે. આ જ કારણો છે કે બ્રોકરેજ ફર્મે તેમાં રોકાણને હોલ્ડ કરવાની સલાહ આપી છે.આ પણ વાંચોઃ કોણ છે તે વ્યક્તિ જેમણે ભારતના લોકોને Maaza અને Thumbs Up જેવી સોફ્ટ ડ્રિંક્સ સાથે પરિચય કરાવ્યો?

20 વર્ષમાં રોકાણકારો બની ગયા કરોડપતિ

આ કંપનીના શેર હોલ્ડ કરનાર રોકાણકારોને બમ્પર વળતર મળ્યું હતું. નેટકોના શેર 22 નવેમ્બર, 2022ના રોજ 4.24 રૂપિયાના ભાવ પર હતા. હવે તે 133 ગણા વધીને 566.95 રૂપિયા પર પહોંચી ગયા છે. તેનો અર્થ છે કે, તે સમયે આ કંપનીમાં લગાવેલા 1 લાખ રૂપિયા હાલ 1.33 કરોડ રૂપિયા બની ગયા હશે. જોકે, આ વર્ષે કંપનીના શેરમાં દબાણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ લગ્નની સિઝનમાં ધૂમ મચાવશે આ બિઝનેસ, એકવાર સફળતા મળી તો કમાણી જ કમાણી

આ વર્ષે 17 જાન્યુઆરીએ 942.15 રૂપિયાના ભાવ પર હતા, જે એક વર્ષનો રેકોર્ડ ઉંચો સ્તર છે. ત્યાર બાદ વેચવાલીના કારણે તે 14 નવેમ્બર, 2022 સુધીમાં 40 ટકા તૂટીને 563 રૂપિયાના 52 સપ્તાહના રેકોર્ડ નીચલા સ્તરે સરકી ગયા હતા. હવે એક્સપર્ટ્સનું માનવું છે કે તેમાં રીકવરી જોવા મળી શકે છે અને આ શેર 660 રૂપિયાના ભાવ સુધી પહોંચી શકે છે.

First published:

Tags: Business news, Investment રોકાણ, Stock marketSource link

Leave a Comment