એચઆઈવી પોઝિટિવ પ્રેગ્નેટ મહિલાની કોઈ ડિલીવરી કરવા તૈયાર નહોતું, નવજાત બાળકે જન્મ લીધો અને મોત થયું


ફિરોઝાબાદ: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાંથી અમાનવીય ઘટના સામે આવી છે. એચઆઈવી પોઝિટિવ પ્રસૂતા 6 કલાકથી વધારે સમય સુધી સ્ટ્રેચર પર પડી રહી અને કણસતી રહી, પણ ડોક્ટર કે સ્ટાફે આ મહિલા સામે જોયુ પણ નહીં, તેને ટચ પણ ન કરી. આપને જણાવી દઈએ કે, રાતમાં જ્યારે હોસ્પિટલમાં શિફ્ટ ચેન્જ થઈ તો, એક આયાએ મહિલાનું પ્રસવ કરાવ્યું. પ્રસવમાં મોડુ થવાના કારણે નવજાતની હાલત ખરાબ થઈ ગઈ અને સોમવારે સવારે આ નવજાતનું મોત થઈ ગયું. નવજાતનું મોત અને હોસ્પિટલ પ્રશાસનના આ પ્રકારના વલણથી પરિજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કરબલા નિવાસી એક મહિલાનો એચઆઈવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફે હાથ પણ ન લગાવ્યો

તો વળી નવ મહિનાનો ગર્ભ પુરો થયો બાદ મહિલાને પ્રસવ પીડા થતાં પરિવારના લોકો તેને લઈને મેડિકલ કોલેજથી શૈય્યા હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. અહીં હોસ્પિટલ સ્ટાફે મહિલાની ફાઈલમાં એચઆઈવી પોઝિટિલ રિપોર્ટ જોયો તો, સ્ટાફે પોતાના હાથ ઉપર કરી દીધા હતા. આ દરમિયાન પ્રસૂતા કલાકો સુધી પીડા સહન કરતા રહી. પરિવારના લોકોએ આરોપ લગાવતા કહ્યું કે, જ્યારે પ્રસવ કરાવવા માટે હાથ જોડી વિનંતી કરતી રહી છતાં પણ કોઈ તેને ટચ કરવા તૈયાર નહોતું અને પરિવારના લોકો સાથે પણ અભદ્રતા કરી. ત્યાર બાદ એચઆઈવી પોઝિટિવ દર્દીઓની દેખરેખ રાખતી એનજીઓ આહાના પ્રોજેક્ટની સરિતા યાદવે સ્વાસ્થ્ય અધિકારીઓને આ મામલે જાણકારી આપી.આ પણ વાંચો: સુરત: નવી સિવિલ હોસ્પિટલમાંથી એક અજાણી મહિલા નવજાત બાળકને ચોરી ગઇ

નવજાતનું મોત થઈ જતાં પરિવારના લોકોએ હોબાળો મચાવ્યો

પ્રસવમાં કલાકોનું મોડુ થતાં નવજાતની હાલત ખરાબ થઈ ગઈ હતી. જે બાદ તેને તુરંત એસએલનસીયૂમાં ભરતી કરાવી. સોમવારે નવજાતનું મોત થઈ જતાં પરિવારના લોકોએ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવ્યો અને લાશ લેવાની ના પાડી દીધી. મહિલાના પરિવારે બેદરકારી દાખવનારા ડોક્ટર અને સ્ટાફ પર કાર્યવાહી નહીં કરવાની માગને લઈને અડગ રહ્યા હતા. ભારે મહેનત અને સમજાવ્યા હાદ આખરે નવજાતની લાશને પરિવાર ઘરે લઈ ગયો. પરિવારે કહ્યું કે, જેમ તેમ કરીને આખરે પીડિતાની ડિલીવરી કરાવી અને ટાંકા પણ ન લીધા.

આ મામલે તપાસ થઈ રહી છે

હોસ્પિટલમાં યોગ્ય સારવાર નહીં મળવાના કારણે પ્રસૂતાને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મેડિકલ કોલેજના સ્ત્રી અને પ્રસૂતા વિભાગના અધ્યક્ષ ડો. પ્રેરણા ઉપાધ્યાયે કહ્યું કે, એચઆઈવી પોઝિટિવ મહિલાને પ્રથમ બાળક હતું. પ્રસવ દરમિયાન કેમ મોડુ થયું તેને લઈને તપાસ થઈ રહી છે. સાથે જ તેમણે કહ્યું કે, જરુરી નથી કે, નોર્મલ ડિલીવરીમાં દરેક મહિલાને ટાંકા લાગે. આ ફક્ત જરુરિયાત પર નિર્ભર કરે છે. હાલમાં આ મામલે તપાસ થઈ રહી છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Uttar pradesh crime News



Source link

Leave a Comment