એરપોર્ટ પર સુહાના ખાનનો પીછો કરવા લાગ્યા લબરમૂછિયા


શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લાડલી સુહાના ખાન બી-ટાઉનના સૌથી ફેમસ અને ફેવરિટ સ્ટાર કિડ્સમાંથી એક છે. સુહાના ખાનનું ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સારું ફેન ફોલોઈંગ છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

આ સિવાય સુહાના ઘણીવાર પાર્ટીમાં અથવા બી-ટાઉનના તેના ફ્રેન્ડ્સ સાથે જોવા મળે છે. બોલિવૂડના બાદશાહની જેમ ફેન્સ તેની દીકરીને પણ ઘણો પ્રેમ આપે છે. જો કે, હવે તાજેતરમાં સુહાના ખાન સાથે કંઈક એવું થયું, જેને લઈને લોકો ખૂબ ગુસ્સે થયા.

આ પણ વાંચો : Naga Shaurya Wedding:સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર અનુષા શેટ્ટી સાથે લગ્નના બંધનમાં બંધાયો, જુઓ ખૂબસૂરત તસવીરો

શું છે સમગ્ર મામલો?

તાજેતરમાં સુહાના ખાન એરપોર્ટથી બહાર નીકળતી જોવા મળી હતી. લૂઝ જીન્સ અને જેકેટમાં સજ્જ, શાહરૂખ ખાનની લાડલીએ માસ્કથી પોતાનો ચહેરો ઢાંક્યો હતો. સુહાના સાથે ઘણા બોડીગાર્ડ હાજર હતા અને તે ચાલતી વખતે ફોન પર કંઈક કરતી જોવા મળી હતી. પછી કંઈક એવું થયું, જેને જોઈને સુહાના ખાનના ફેન્સ ખૂબ ગુસ્સે થઈ ગયા.

હકીકતમાં, જ્યારે સુહાના એરપોર્ટથી બહાર નીકળી ત્યારે કેટલાક છોકરાઓ તેની પાછળ આવતા જોવા મળ્યા હતા. આટલી કડક સુરક્ષા વચ્ચે પણ આ છોકરાઓ લાંબા સમય સુધી સુહાનાને ફોલો કરતા રહ્યાં. બીજી તરફ જ્યારે સુહાનાને આ વાતની જાણ થઈ ત્યારે તેણે પાછળ ફરીને તે છોકરાઓ તરફ જોયું, જેના પછી તે છોકરાઓએ તરત જ પોતાનો ચહેરો છુપાવી દીધો અને જોર જોરથી હસવા લાગ્યા.

આ પણ વાંચો : Splitsvilla 14ની આ કન્ટેસ્ટન્ટની હૉટનેસ સામે ઉર્ફી જાવેદ પણ ફેલ, ફોટોઝ જોઇને ખુલ્લી રહી જશો આંખો

અહીં વિડિયો જુઓ-

Published by:Bansari Gohel

First published:

Tags: Bollywood actor, Bollywood actress, Shahrukh Khan and Suhana Khan, Suhana Khan

Source link

Leave a Comment