આ પણ વાંચોઃ બજાર ટોચ પર છે ત્યારે SIP ચાલુ રાખવી કે નહીં? ક્યાંક રોકાણ પાછળથી નુકસાન ન બને માટે આટલું સમજો
Table of Contents
જાણો શું છે SBI રિવર્સ મોર્ગેજ લોન
એસબીઆઈ રિવર્સ મોર્ગેજ લોન હેઠળ બેન્ક સિનિયર સિટિઝનને તેના ઘર/સંમ્પત્તીને ગીરવે રાખીને રૂપિયાનું ધિરાણ કરે છે. બેન્કનું માનવું છે કે લોન લેનાર સિનિયર સીટીઝન માટે એમના જીવનકાળ દરમ્યાન લોનની ચુકવણી કરવી શક્ય રહેતી નથી.
એમના માટે સારો વિકલ્પ
એસબીઆઈ રિવર્સ મોર્ગેજ લોન એ ઉમરલાયક લોકો માટે સારો વિકલ્પ છે કે જેઓની પાસે પોતાની બાકી રહેલી જિંદગી જીવવા માટે રૂપિયા નથી. કારણકે તેમાં લોનની ચુકવણી કરવાની રહેશે નહિ. પણ આ લોન માટે અપ્લાય કરતા પહેલા ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સિનિયર સિટીઝને આ વાતોને જાણી લેવી જોઈએ.
આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું ‘પાણી વેચીશ’; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ
- આ પ્રકારની લોન ઓફર કરતી બેન્ક સમયાંતરે પ્રોપર્ટીનું વેલ્યુએશન કરતી રહે છે. સામાન્ય રીતે દર 5 વર્ષે કરતી રહે છે.
- વધતી મોંઘવારીને લઈને રૂપિયામાં વધારો કરી આપવામાં આવતો નથી. કારણકે તે પહેલાથી જ ફિક્સ હોય છે.
- આ લોનની મંજૂરી આપતી વખતે બેન્ક પ્રોપર્ટી વેલ્યુશનના 15-20% માર્જિન રાખે છે. એટલે કે માર્કેટ રેટથી 15-20% ઓછી કિંમત આંકવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો માર્કેટ રેટ 50 લાખ છે તો તેની કિંમત 40 લાખ ગણવામાં આવશે.
- લોનની રકમ પર વ્યાજ પણ જોડવામાં આવે છે. એટલેકે તમને મળતા રૂપિયામાંથી વ્યાજની પણ બાદબાકી કરવામાં આવે છે.
- લોન લેનારના મૃત્યુ પછી બેન્ક એ પ્રોપર્ટીને વહેંચી દે છે. જો પ્રોપર્ટી વધુ રૂપિયે વહેંચાય તો બેન્ક મૃતકના ઉત્તરાધકરીને એ રકમ આપી દે છે. અથવા તો ઉત્તરાધિકારી લોનની રકમ ચૂકવીને એ પ્રોપર્ટી પછી પણ મેળવી શકે છે.
આ પણ વાંચોઃ Sensex@62000: સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર છે ત્યારે શેર ખરીદવા કે વેચવા? શું કહે છે એક્સપર્ટ
લાયકાત
જો 60 વર્ષનો લોન લેનાર વ્યક્તિ એકલો છે તો તે લોન મેળવવા માટે યોગ્ય ગણાશે. પણ જોઈન્ટ લોન લેનાર પતિ-પત્નીની ઉમર 58 વર્ષથી વધુ હોવી જોઈએ નહિ.
સમય અને રૂપિયા
આ લોન હેઠળ લઘુત્તમ 3 લાખ અને મહત્તમ 1 કરોડની લોન મળવા પાત્ર છે. લોન મેળવનારની ઉંમરને ધ્યાને લઈને સમયગાળો 10-15 વર્ષ હોય છે.
લોન પર વ્યાજ અને ફી
લોન રકમના 0.50% પ્રોસેસિંગ ફી અથવા ઓછામાં ઓછા 2000 રૂપિયા અથવા વધુમાં વધુ 20,000 રૂપિયા લેવામાં આવે છે. આ સિવાય સ્ટેમ્પ ડ્યૂટીનો ખર્ચો આપવાનો રહેશે. આ લોન પરનું વ્યાજદર 10.95% છે.
આ પણ વાંચો:ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ
લોન ફ્રી પેમેન્ટ
વરિષ્ઠ નાગરિકોને કોઈ પણ દંડ વગર પોતાની રિવર્સ મોર્ગેજ લોનનું ફ્રી પેમેન્ટની છુટ્ટી આપવામાં આવે છે.
આ પેમેન્ટ ઓપ્શનનો લાભ લઇ શકાશે
વરિષ્ઠ નાગરિક લોનમાં માસિક, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક, વાર્ષિક અથવા એક સાથે પેમેન્ટનો ઓપ્શન લઇ શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cheapest home loan banks, Mortgage, SBI Loan, Senior-citizen