તમને જણાવી દઈએ કે 95મા ઓસ્કાર માટે ભારત દ્વારા ‘છેલો શો’ને સર્વશ્રેષ્ઠ ફિલ્મના દાવા માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ ઓસ્કાર માટે નોમિનેટ થતાં જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી હતી. લોકો સોશિયલ મીડિયા પર ડિરેક્ટર અને ફિલ્મની ટીમને અભિનંદન આપતા પોસ્ટ શેર કરી રહ્યા છે. તેમાંથી એક ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પણ છે.
વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કર્યું
વિવેક અગ્નિહોત્રીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું અને લખ્યું, ‘ધ લાસ્ટ ફિલ્મ શો છેલ્લો શોની સમગ્ર ટીમને ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ઓસ્કર 2023માં શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર માટે તેમને શુભેચ્છાઓ. હું તમામ શુભેચ્છકો અને ખાસ કરીને મીડિયાનો આભાર વ્યક્ત કરું છું જેઓ કાશ્મીર ફાઇલ્સની તરફેણમાં હતા.
જણાવી દઈએ કે લાંબા સમયથી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ ફિલ્મ એવોર્ડ્સ ઓસ્કાર 2023 માટે પસંદ કરવામાં આવશે. જોકે એવું થયું નહીં એવામાં વિવેકે પોતાના ટ્વિટમાં તે વાતોનો ઉલ્લેખ કર્યો અને આભાર વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો- Raju Srivastavaનું નિધનઃ રાજુની ઓટો ડ્રાઈવરથી કોમેડી કિંગ બનવાની યાત્રા કેવી રહી? જાણો
જાણો શું છે ‘છેલ્સા શો’ની સ્ટોરી
હવે ‘છેલ્લા શો’ની વાર્તાની વાત કરીએ તો આ એક ચા વેચનારના બાળકના સ્વન્નની વાર્તા છે. આ ફિલ્મને ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી છે. તે ઉપરાંત કેટલાક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પણ જીતી ચૂકી છે. તે વર્ષ 2021માં આવી હતી. તે પાન નલિન દ્વારા નિર્દેશિત છે. ભાવિન રાબડી, રિચા મીના અને ભાવેશ શ્રીમાળીએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં શાનદાર અભિનય કર્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર