ઓસ્ટ્રેલિયા જવું છે? તો આ કારણે તમારું સપનું પૂરું કરવાનું વધુ સરળ બન્યું


મુંબઈઃ ઓસ્ટ્રેલિયાએ ભારત સાથે થનારા ઈકોનોમિક કો-ઓપરેશન અને ટ્રેડ ટ્રેડ એગ્રિમેન્ટ એટલે કે ECTAને મંજૂરી આપી દીધી. ઓસ્ટ્રેલિયન સંસદે આ એગ્રીમેન્ટ પર મંજૂરીની મ્હોર લગાડતાં જ હવે ઓસ્ટ્રેલિયામાં ભણવા જવા માગતા વિદ્યાર્થીઓ માટે રસ્તો સરળ બનશે તેટલું જ નહીં પરંતુ નોકરીના સપના જોતા લોકોનું પણ સપનું પૂરું થશે. ઓસ્ટ્રેલિયામાં પણ તમને કેટલાક ઓક્યુપેશનમાં સીધી જ નોકરી મળી શકે છે અથવા તો ત્યાં ભણતર પૂર્ણ કર્યા પછી નોકરી કરવાનો રસ્તો વધુ સરળ બન્યો છે.

આ પણ વાંચોઃ લાંબાગાળે રુપિયાના ઢગેલા-ઢગલા કરી શકે છે આ શેર્સ, મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસે ખરીદ્યા

તમે બિલકુલ બરાબર વાચ્યું છે, જો તમે ઓસ્ટ્રેલિયામાં ભણવા અથવા નોકરી માટે જવા માગો છો તો ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટનું પાસ થવું તમારા માટે એક સારા સમાચાર છે. જો તમે યોગા ટીચર છો અને ઓસ્ટ્રેલિયા જઈને નોકરી કરવા માગો છો તો તમારા માટે આ વધુ સરળ રસ્તો બની જાય છે.

આ એગ્રિમેન્ટ પછી હવે 1 લાખ વિદ્યાર્થીઓ ભણતર પછી 4 વર્ષ સુધી વર્ક વીઝા દ્વારા ઓસ્ટ્રેલિયામાં રોકાઈ શકે છે. આ ઉપરાંત એક વર્ષમાં 1800 ભારતીય યોગા ટીચર અને શેફ પણ ઓસ્ટ્રેલિયા જઈને કામ કરી શકશે. તો પ્રોફેશનલ્સ માટે વર્ક એન્ડ હોલિડે વિઝા મળશે, તેનાથી 10 લાખ વધારાની રોજગારની તકો ઉભી થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Hot Stocks: નાનું-મોટું નહીં પણ 40 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે આ શેર્સ, એક્સપર્ટે કહ્યું ખરીદવા મચી પડો

આ સેક્ટર્સને મોટો ફાયદો

ઓસ્ટ્રેલિયા સાથે આ ટ્રેડ એગ્રિમેન્ટ બાદ હવે લગભગ 6000 કરતા વધુ સેક્ટરના લોકો કોઈ ફી ચૂકવ્યા વગર ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરી શકશે. જોકે તેમાંથી કેટલાક સેક્ટર એવા છે જેને સૌથી વધુ ફાયદો મળી શકે છે. આ સેક્ટર્સમાં લેધર, ફુટવેર, ટેક્સટાઈલ, ગારમેન્ટ, જ્વેલરી જેવા સેક્ટર્સને ફાયદો મળી શકે છે.

ઓસ્ટ્રેલિયામાં લાગનારી 5 ટકાની ઇમ્પોર્ટ ડ્યુટી ખત્મ થઈ જશે. આ નિર્ણય બાદથી જ એન્જિનિયરિંગ, ફર્નીચર, મેડિકલ ડિવાઇસને પણ ફાયદો મળવાની શક્યતા છે. આ નવા નિર્ણય બાદ સ્ટીલ, એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રી માટે સસ્તો કાચો માલ મળવાનું શરું થશે. તો આગામી પાંચ વર્ષમાં બંને દેશ વચ્ચેનો વેપાર 15-20 બિલિયન ડોલર વધવાનું અનુમાન છે.

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Immigration, Job in Australia, Student Visa



Source link

Leave a Comment