કર્ણાટકના પૂર્વ સીએમે કોંગ્રેસ નેતાઓને જાહેરમાં ગાળો આપી, વિવાદ ચગ્યો


શ્રીનિવાસપુર: કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલરની વચ્ચે વિખવાદ શાંત થવાનું નામ નથી લેતો. હવે JDS નેતા અને રાજ્યના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. તેમાં કુમારસ્વામી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ વિધાનસભા સ્પિકરને ગાળો આપતા દેખાઈ રહ્યા છે. જો કે, વિવાદ વધતા કુમારસ્વામીએ માફી માગી હતી.

કુમારસ્વામી વીડિયોમાં કોંગ્રેસના જે નેતાઓને ગાળો આપી રહ્યા છે, તેમનું નામ કેઆર રમેશ કુમાર છે. તે રાજ્યમાં વિધાનસભાના 16માં સ્પીકર રહી ચુક્યા છે. કુમારસ્વામીના વીડિયોને કર્ણાટક કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. પાર્ટીએ લખ્યું છે કે, કુમારસ્વામીને શ્રીનિવાસપુર વિધાનસભા ક્ષેત્રમાં કારમાં સવાર થવા જોઈ શકાય છે. આ દરમિયાન તેઓ પૂર્વ સ્પીકર કેઆર રમેશને ગાળો આપી રહ્યા છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Congress Leader, Karnatak

Source link

Leave a Comment