કાલુપુર મેટ્રોની સાઇટ પર સિક્યોરીટી ગાર્ડને માર મારીને લૂંટનો પ્રયાસ


લૂંટારૂઓ સામાન ભરેલી રૂમ ન ખુલતા નાસી ગયા

ત્રણ અજાણ્યા લોકો વિરૂદ્વ શહેરકોટડા પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરીઃ ગાર્ડ પાસેથી રોકડ આંચકી લીઘી

અમદાવાદ


કાલુપુર મેટ્રો સ્ટેશનની સાઇટ પર  શનિવારે રાતના સમયે ત્રણ અજાણ્યા
લોકોએ રોકડની લૂંટ અને મેટ્રોને લગતી સામગ્રીની લૂંટનો પ્રયાસ કર્યાની તેમજ સિક્યોરીટી
ગાર્ડને માર માર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. જ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને
તપાસ શરૂ કરી છે.
કાલુપુર મેટ્રો સ્ટેશનની સાઇટ પર શનિવારે રાતના સમયે સિક્યોરીટી
ગાર્ડ મોહંમદ સૈયદ ફરજ પર હાજર હતા ત્યારે ત્રણ અજાણ્યા લોકો આવ્યા હતા. આ સમયે મોહંમદ
સૈયદ કઇ સમજે તે પહેલા તેને બાકડા પર બેસાડીને તેને ઘેરી વળીને ્મેટ્રોની સાઇટની રૂમની
ચાવી માંગી હતી. જો કે ચાવી તેની પાસે નહોતી. 
આ સમયે અન્ય સિક્યોરીટી ગાર્ડ આવ્યો હતો તેને પણ મારીને બેસાડીને રૂમનું તાળું
તોડવાનો પ્રયાસ કયો હતો. આ સમયે ગાર્ડે બુમાબુમ કરતા એક વ્યક્તિએ બંનેને લોંખડનો સળિયો
મારીને ઇજાઓ પહોંચાડીને તેમની પાસેથી રૂપિયા ૧૫૦૦ની રોકડની લૂંટ કરી હતી. જો કે આ સમયે  અન્ય લોકો આવી જતા ત્રણેય જણા ત્યાંથી નાસી ગયા
હતા. આ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.Source link

Leave a Comment