કેંસ ટેક્નોલોજીનો આઈપીઓ કાલે લિસ્ટ થશે અહીં જુઓ કેટલી કમાણી થઈ શકે


મુંબઈ: કેંસ ટેક્નૉલૉજી આઇપીઓમાં રોકાણ કરનારા રોકાણકારો 22 નવેમ્બરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે મંગળવારે 22 નવેમ્બરે આ આઈપીઓ શેરબજારમાં લિસ્ટ થશે. નોંધનીય છે કે હાલમાં જ આવેલા ડિફેન્સ સેક્ટરના અન્ય કંપનીઓના આઈપીઓએ રોકાણકોરનો ખૂબ જ સારો પ્રોફિટ આપ્યો છે. રોકાણકરોનો રિસ્પોન્સ પણ આ આઈપીઓને ખૂબ સારો મળ્યો છે.

આ પણ વાંચોઃ ગોવા જ નહીં ગુજરાતમાં પણ થઈ શકે કાજુની ખેતી, આ ખેડૂતોની જેમ બની શકાય લાખપતિ

કેંસ ટેક્નોલોજી ઓટોમોટિવ, ઔદ્યોગિક, એરોસ્પેસ અને ડિફેન્સ, આઉટર સ્પેસ, ન્યુક્લિયર, મેડિકલ, રેલ્વે સંબંધિત કંપનીઓને લાઇફ સાયકલ સપોર્ટ પૂરો પાડે છે. આ IPO ની કિંમત 858 કરોડ રૂપિયા હતી. જેને 34 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. ગ્રે માર્કેટમાં આ શેરની કિંમત રૂ. 587ની ઇશ્યૂ પ્રાઈસ કરતાં 40 ટકા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહી છે.

ઘણી બ્રોકરેજ કંપનીઓએ કેંસ ટેક્નોલોજીસના IPOમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. નાણાકીય વર્ષ 2021-22ના નફા પર કેંસ શેરનો પીઈ 82 ગણો છે. તેનો EV/EBIDTA 38 ગણો અને EV/Sales 5 ગણો છે. માર્કેટ એક્સપર્ટ આનંદ રાઠીએ તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે, “કંપનીની તાજેતરની વૃદ્ધિ, મજબૂત આવકની દૃશ્યતા અને ઓટોમેશનની વધતી માંગને જોતાં તેના શેરનું મૂલ્યાંકન વ્યાજબી લાગે છે.’

આ પણ વાંચોઃ Archean Chemicalનો GMP રુ.100ને પાર થયો, આજે લિસ્ટિંગ પછી શું કરવું અહીં સમજો

DCX Systems Ltd, Data Patterns India Ltd, Dreamfolks Services Ltd, Krishna Defence & Allied Industries Ltd, Paras Defence and Space Technology Ltd અને MTAR Technology એ થોડા સમય પહેલા IPO લોન્ચ કર્યા હતા. આ IPOને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

શેરબજારમાં ઉતાર-ચઢાવ હોવા છતાં અન્ય સંરક્ષણ કંપનીઓના શેરનું પ્રદર્શન ઘણું સારું છે. આમાં Mazagon Dock Shipbuilders Ltd, Garden Reach Shipbuilders & Engineers Ltd, Cochin Shipyard Ltd, Bharat Dynamics Ltd અને Hindustan Aeronautics Ltd ના શેરનો સમાવેશ થાય છે. આ કંપનીઓના શેર 1 એપ્રિલથી અત્યાર સુધીમાં 69 ટકાથી 241 ટકા સુધી વધી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ રોકાણ કરતા પહેલા જાણી લો નીતિન કામથની આ સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ, ફાયદામાં રહેશો

Bharat Forge, Bharat Electronics અને Larsen &Toubro ના શેરમાં 14-50 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ 4.4 ટકાનો વધારો થયો છે. આ વર્ષે રજૂ થયેલા બજેટ બાદ સંરક્ષણ શેરોમાં તેજી જોવા મળી હતી. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે સરકાર ઘરેલું સંરક્ષણ ઉદ્યોગને પ્રાથમિકતા આપશે. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશમાં સંરક્ષણ સંબંધિત સંશોધન અને વિકાસ પર વધુ ભાર આપવામાં આવશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, IPO News, Share market, Stock marketSource link

Leave a Comment