કોંગ્રેસે વોટ બેંક માટે જ રામ મંદિર ન બનાવ્યું: ખંભાતમાં અમિત શાહ


આણંદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે. અહીં અમિત શાહ ચાર ચૂંટણી સભા સંબોધશે. આજે તેમણે ખંભાતમાં ચૂંટણી સભા યોજી હતી. ખંભાતમાં અમિત શાહે કોંગ્રેસ પર અનેક પ્રયાસો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘કોંગ્રેસે પોતાના શાસનમાં ગરીબોને લૂંટ્યા જ છે. કોંગ્રેસ હંમેશા વોટ બેંક માટે કામ કરે છે. રામ મંદિર પણ વોટ બેંક માટે જ ન બનાવ્યું.’ નોંધનીય છે કે, આ બાદ તેઓ 2 વાગે થરાદ, 4 વાગે ડીસા અને રાત્રે 8.00 વાગે અમદાવાદની સાબરમતિ બેઠક પર પણ જાહેર સભા કરશે.

ખંભાતમાં અમિત શાહે જણાવ્યુ છે કે, કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેવાનો અધિકારી નથી, કોંગ્રેસે માત્ર વોટબેન્કની ચિંતા કરી. અમિત શાહે જનસભાને સંબોધતા જણાવ્યુ કે, ભાજપ પર ખંભાતનું મોટુ ઋણ છે. કોંગ્રેસવાળા નવા કપડા પહેરીને આવી ગયા છે. કોંગ્રેસને વોટ આપશો તો ફરી રમખાણો થશે. અમે કોઈ વોટબેંકથી નથી ડરતા. કોંગ્રેસે વોટબેંક માટે જ રામ મંદિર બનાવ્યું ન હતુ. કોંગ્રેસે હંમેશા સરદાર સાહેબનું અપમાન કર્યુ છે. કોંગ્રેસવાળા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા નથી જતા.

આ પણ વાંચો: સંબિત પાત્રાનો રાહુલ ગાંધી પર કટાક્ષ

Published by:Kaushal Pancholi

First published:

Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, ખંભાત, ગુજરાત, ગુજરાત ચૂંટણી

Source link

Leave a Comment