ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) ઓફિસર અવનીશ શરણ સહિત કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ તસવીર પોસ્ટ કરી છે. આ ફોટોમાં કંપનીના ઇવેન્ટનો સ્ટોલ જોવા મળી રહ્યો છે. તે કંપનીનું નામ અને પ્રોફાઇલ અને કામકાજ અંગ ખ્યાલ આપે છે. કંપનીની વેબસાઈટ પર નજર કરીએ તો મુંબઈ સ્થિત કંપની શોકગ્રસ્ત સ્વજનોને રાહત અને તણાવમુક્ત વાતાવરણ આપવા માટે “અંતિમ સંસ્કાર માટે બધી જવાબદારીઓનું ધ્યાન રાખશે” તેવી સર્વિસ આપવાનું વચન આપે છે.
IAS અધિકારીએ ટ્વીટ કરી આ પોસ્ટ
IAS અધિકારીએ ટ્વીટ કરતાં લખ્યુ કે, “આવા ‘સ્ટાર્ટ-અપ’ની જરૂર કેમ પડી?” આ ફોટો અને ટ્વિટર આજકાલ ચોતરફ વાયરલ થઈ રહ્યું છે અને લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
એક યુઝરે ટ્વીટ કર્યું, “મારા પરિવારમાં કોઈએ એકવાર કહ્યું હતું કે, ભવિષ્યમાં અંતિમ યાત્રામાં ભાડૂતી લોકો આવશે અને તેમની વાત સાચી લાગે છે. આ ખૂબ જ આશ્ચર્યજનક છે.”
અન્ય એક યુઝરે કહ્યું કે, “આ પ્રકારના અંતિમ સંસ્કારની સેવા અમેરિકામાં પણ ઉપલબ્ધ છે. આ કોન્સેપ્ટ ભારતમાં નવો લાગે છે, તેથી લોકો આશ્ચર્યચકિત છે.”
ઘણા લોકોએ આ સર્વિસને લઇને કહ્યું કે, ધીમે ધીમે લોકો એકલવાયા બની રહ્યા છે, તેમની સંભાળ લેવા માટે કોઈ પરિવારનો સભ્ય નથી તેથી તેઓ આ પ્રકારની સેવા પસંદ કરે છે.
શું કામ કરે છે આ કંપની?
કંપનીની વેબસાઇટ અનુસાર, આ એમ્બ્યુલન્સ સેવાથી લઈને અંતિમ સંસ્કાર માટે જરૂરી અર્થી સહિત તમામ વસ્તુઓની વ્યવસ્થા કરે છે અને ડેથ સર્ટિફિકેટ બનાવવામાં પણ મદદ કરે છે.
કિઓસ્ક પર હાજર કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, તેમની ટીમ લગભગ 37,500 રૂપિયાની ફીમાં અંતિમ સંસ્કારની તમામ જવાબદારીઓ સંભાળશે. આટલું જ નહી પરંતુ અમારૂં સ્ટાર્ટઅપ કંપની મૃતકના અસ્થિ વિસર્જનમાં પણ મદદ કરશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર