ગુજરાતમાં 5G શરૂ : જાણો મોબાઈલમાં હવે તમને કેટલી સ્પીડ મળશે


અમદાવાદ, 25 નવેમ્બર, 2022

ગુજરાત જિયો TRU મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આજથી 25 નવેમ્બર એટલે કે ગુજરાતના તમામ 33 જિલ્લામાં 5Gની શરૂઆત થઈ ગઈ છે. આ “Jio વેલકમ ઑફર’ સાથે, યુઝર્સ 1Gbps+ સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા મળશે. Jio હેલ્થકેર, એગ્રીકલ્ચર, ઈન્ડસ્ટ્રી 4.0 અને IoT સેક્ટરમાં સાચી 5G-સંચાલિત સીરીઝથી શરુઆત કરશે. કંપની વપરાશકર્તાઓને Jio True-5G સેવાનો ઉપયોગ કરવા માટે આમંત્રણ મોકલશે.જે અંતર્ગત યુઝર્સને 1 GBPS સુધીની સ્પીડ સાથે અનલિમિટેડ 5G ડેટા આપવામાં આવશે.

ગુજરાત દેશનું પ્રથમ 5G રાજ્ય બન્યું

રિલાયન્સ માટે ગુજરાત ખાસ મહત્વનું સ્થાન ધરાવે છે. રિલાયન્સની જાહેરાત મુજબ, આ 5G સ્પીડ ગુજરાત અને તેના લોકોને સમર્પિત છે. હવે, રાજ્યના 33 જિલ્લા મથકોમાંથી 100% Jio True 5G કવરેજ મળશે. આ ટેક્નોલોજીથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે.

Jio ટ્રુ 5Gનો પ્લાન અને તેના ફાયદા

રિલાન્યસ જિયો ઇન્ફોકોમ લિમિટેડના અધ્યક્ષ આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે ‘અમને આપને જાણ કરતાં કરતાં ગર્વ થાય છે કે ગુજરાત હવે પ્રથમ રાજ્ય છે જેના 100% જિલ્લા મથકો અમારા મજબૂત ટ્રુ 5G નેટવર્ક સાથે જોડાયેલા છે. Jio ની વેલકમ-ઓફર Jio 5G કંપની હાલમાં ટ્રુ-5જી સર્વિસનું બીટા ટ્રાયલ કરવા જઈ રહી છે. અત્યારે આ સેવા આમંત્રણ પર હશે, એટલે કે હાલના Jio વપરાશકર્તાઓમાંથી કેટલાક પસંદ કરેલા વપરાશકર્તાઓને આ સેવાનો ઉપયોગ કરવા માટે આમંત્રણ મોકલવામાં આવશે. સ્પષ્ટપણે કહીએ તો, હાલમાં આ લોન્ચિંગ સમયે પર રજૂ કરવામાં આવી રહ્યું નથી, તેના બદલે કંપની કેટલાક લોકો પર તેનું પરીક્ષણ કરશે અને જો બધુ બરાબર રહ્યું તો તે બધાને ઉપલબ્ધ કરાવશે.

5G સેવાથી આપને શું ફાયદો થશે

5G ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી ઘણાબધા ફેરફાર દેખાશે. 5G લોકોનું કામ સરળતાથી અને ઝડપી બનશે. એટલું જ નહીં પરંતુ મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. એટલી ઝડપથી આ 5G નેટવર્ક કામ કરશે કે તમારી આંખના પલકારામાં બધું કામ થઈ જશે. વિચાર કરતાં પણ તેજ 5Gનું નેટવર્ક રહેશે. કોઈને વીડિયો ફાઈલ મોકલવી હોય તો હવે એવુ નહી કહેવુ પડે કે બહુ વાર લાગશે, ફાઈલ મોટી છે. ગમે તેવી મોટી ફાઈલ હશે તોપણ પળવારમાં અપલોડ અને ડાઉનલોડ થઈ જશે.

4G મા આપણને કેટલી સ્પીડ મળે છે?

4Gની સ્પીડ 1GBPS સુધીની હોવાનું કહેવાય છે. પરંતુ આપણા દેશમાં તેની સ્પીડ ખૂબ ઓછી છે. ઓપન સિગ્નલ દ્વારા સપ્ટેમ્બર સુધી દેશમાં 4G સ્પીડના આંકડા આપવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં દેશમાં 4G પર સૌથી વધુ ડાઉનલોડ સ્પીડ એરટેલની હતી. એરટેલના નેટવર્ક પર ડાઉનલોડની સ્પીડ 10.4MBPS હતી. જ્યારે,જિયો પર તે 6.9MBPS હતી. તેમજ, વોડા-આઇડિયા (VI) અપલોડિંગમાં આગળ રહી. તેની સ્પીડ 3.5MBPS હતી. એરટેલ પાસે 2.8MBPS હતું અને જજિયો પાસે 2.3MBPS હતું. આનો અર્થ એ થયો કે ભલે દેશમાં 4Gની અવેલિબિલિટી બહુ વધારે હોય પરંતુ સ્પીડ બહુ ઓછી મળી રહી છે.

5G સેવાથી સામાન્ય માણસને શું ફાયદો થશે

સામાન્ય માણસને 5G ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી તેમનું કામ સરળ બનશે. એટલું જ નહીં આ સાથે મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. 5G માટે કામ કરતી કંપનીનું માનવું છે કે ભારતમાં 5 વર્ષમાં 50 કરોડથી વધુ 5G ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હશે. 5G આવવાથી લોકોનેઆ બધા ફાયદો થશે.

  • વપરાશકર્તાને હાઇ સ્પીડ ઈન્ટરનેટનો લાભ મળશે
  • કૃષિક્ષેત્રમાં ખેતરોની દેખરેખ હેઠળ ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે.
  • યુટ્યૂબ પર વિડિયો બફરિંગ વિના ચાલશે.
  • વ્હોટ્સએપ કોલમાં અવાજ અટક્યા વગર અને સ્પષ્ટ રીતે આવશે.
  • ફિલ્મ 20થી 25 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે.
  • વીડિયો ગેમિંગના ક્ષેત્રમાં 5Gનું આગમન એક મોટું પરિવર્તન લાવશે.
  • વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીઓમાં રોબોટ્સનો ઉપયોગ સરળ બનશે.
  • ઇન્ટરનેટ ઓફ થિંગ્સ દ્વારા વધુ ને વધુ કોમ્પ્યુટર સિસ્ટમને જોડવાનું સરળ બનશે.

5Gથી ઇન્ટરનેટની સ્પીડ કેટલી વધશે.?

5Gની સ્પીડ 10GBPS સુધીની હશે. જેના કારણે હેવીમાં હેવી ડેટા પણ સેકન્ડોમાં ડાઉનલોડ અથવા અપલોડ કરી શકાશે. વિશ્વના ઘણા દેશોમાં 5G સર્વિસ શરૂ પણ થઈ ગઈ છે, પરંતુ ત્યાં હજી એટલી સ્પીડ નથી મળતી. 377.2MBPS ડાઉનલોડ સ્પીડ સાથે 1 સેકન્ડમાં 377.2 MB ડેટા ડાઉનલોડ કરી શકાય છે, એટલે કે 1Gબીની ફિલ્મ 3 સેકંડથી ઓછા સમયમાં ડાઉનલોડ થશે. જોકે જિયોએ ભારતમાં 5G નેટવર્ક પર 1Gbps સ્પીડ આપવાનું કહ્યું છે. જિયો આવી સ્પીડ આપે તો 1 સેકંડમાં 1GBની ફિલ્મ ડાઉનલોડ થઈ જશે.



Source link

Leave a Comment