ગુરુવારના દિવસે બૃહસ્પતિ દેવની કરો આ આરતી


ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુના ગુરુ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ગુરુને દેવતાઓના ગુરુ માનવામાં આવે છે. ઉપરાંત, તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આજના દિવસે ભગવાન બૃહસ્પતિની પૂજા કરવાથી જ્ઞાન, પુણ્ય અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. જે સાધકની કુંડળીમાં ગુરુ નબળા સ્થાનમાં હોય, જો તે આજે વ્રત રાખે છે તો તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.

ભગવાન બૃહસ્પતિની પૂજા દરમિયાન હળદર, ગોળ અને ચણા અર્પણ કરવા જોઈએ. આ દિવસે ભક્તો સવાર-સાંજ તેમની આરતી પણ કરે છે. આમ કરવાથી પરિવારમાં શાંતિ રહે છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. જેના કારણે ભક્તોને ધન-ધાન્યની કોઈ કમી નથી રહેતી. ભગવાન બૃહસ્પતિની આરતી કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમામ પરેશાનીઓ દૂર થાય છે. અહીં વાંચો બૃહસ્પતિ દેવની સંપૂર્ણ આરતી-

આ પણ વાંચો : Budh Gochar 2022: ગ્રહોના રાજકુમાર બુધ ડિસેમ્બરમાં બે વાર કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓનો થશે ભાગ્યોદય

બૃહસ્પતિ દેવની આરતી

જય બૃહસ્પતિ દેવા,
ૐ જય બૃહસ્પતિ દેવા।
છિન છિન ભોગ લગાઉં,
કદલી ફલ મેવા ॥
ૐ જય બૃહસ્પતિ દેવા,
જય બૃહસ્પતિ દેવા॥

તુમ પૂરણ પરમાત્મા,
તુમ અન્તર્યામી।
જગતપિતા જગદીશ્વર,
તુમ સબકે સ્વામી॥
ૐ જય બૃહસ્પતિ દેવા,
જય બૃહસ્પતિ દેવા॥

ચરણામૃત નિજ નિર્મલ,
સબ પાતક હર્તા।
સકલ મનોરથ દાયક,
કૃપા કરો ભર્તા॥
ૐ જય બૃહસ્પતિ દેવા,
જય બૃહસ્પતિ દેવા॥

તન,મન, ધન અર્પણ કર,
જો જન શરણ પડે।
પ્રભુ પ્રકટ તબ હોકર,
આકર દ્વાર ખડે॥
ૐ જય બૃહસ્પતિ દેવા,
જય બૃહસ્પતિ દેવા॥

આ પણ વાંચો : Chanakya Niti: પુરુષોની આ વસ્તુ જોઇને મહિલા કરવા લાગે છે આ કામ, થઇ જાય છે બેકાબૂ

સકલ મનોરથ દાયક,
સબ સંશય હારો।
વિષય વિકાર મિટાઓ,
સંતન સુખકારી॥
ૐ જય બૃહસ્પતિ દેવા,
જય બૃહસ્પતિ દેવા॥

જો કોઇ આરતી તેરી,
પ્રેમ સહિત ગાવે।
જેઠાનન્દ આનન્દકર,
સો નિશ્ચય પાવે॥
ૐ જય બૃહસ્પતિ દેવા,
જય બૃહસ્પતિ દેવા॥

Published by:Bansari Gohel

First published:

Tags: Guru upay, Gurudev, Guruvar na upay, Guruwar tipsSource link

Leave a Comment