ચંદીગઢ યુનિવર્સિટી MMS કાંડઃ બે વોર્ડન સસ્પેન્ડ


ચંદીગઢઃ ચંદીગઢ યુનિવર્સિટીએ અશ્લીલ વીડિયો મામલા પછી બેદરકારીના આરોપમાં બે વોર્ડનને સસ્પેન્ડ કરી છે. યુનિવર્સિટી પ્રશાસને પાંચ સભ્યોની એક કમિટીની રચના કરી છે. જે યુનિવર્સિટી પ્રશાસનને આખી ઘટના પર પોતાનો રિપોર્ટ સોંપશે. આ કમિટી વિદ્યાર્થી-વિધાર્થીનીઓની સમસ્યાઓને પણ સાંભળશે. આ દરમિયાન યુનિવર્સિટીએ કોઈ પણ બહારની વ્યક્તિના કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે અને મીડિયાને કેમ્પસમાં પ્રવેશવાની પરવાનગી નથી.

કપડા પર ટિપ્પણી થતી હોવાની છોકરીઓએ ફરિયાદ કરી


મોડીરાત સુધી ચાલેલા દેખાવો પછી સ્ટુડન્ટ્સે એ માંગ કરી હતી કે હોસ્ટેલના વોર્ડનને સસ્પેન્ડ કરવામાં આવે. તે પછી યુનિવર્સિટી પ્રશાસને આ કાર્યવાહી કરી છે. હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે હોસ્ટેલના સારા મેનેજમેન્ટ માટે ઘણા વોર્ડનને વિભાગોમાં પણ શિફ્ટ કરવામાં આવી શકે છે. હોસ્ટેલમાં રહેતી છોકરીઓએ હોસ્ટેલના વોર્ડનો અને સ્ટાફની પણ યુનિવર્સિટીને ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે તે છોકરીઓના કપડા પર ટિપ્પણીઓ કરે છે. આ અંગે પ્રશાસને કહ્યું હતું કે છોકરીઓ કેવા કપડા પહેરી રહી છે, તેની પર પ્રશાસનને કોઈ જ વાંધો નથી. તે પોતાના માતા-પિતાના કહ્યાં મુજબ હોસ્ટેલમાં કપડા પહેરી શકે છે.

કેટલાક પેરેન્ટ્સ બાળકોને ઘરે લઈ જવા માટે પહોંચ્યા હતા


દેખાવો દરમિયાન સ્ટુડન્ટ્સની આક્રમકતાને જોઈને યુનિવર્સિટી પ્રશાસન પોતાની ખામીઓને દૂર કરવામાં લાગ્યું છે અને સ્ટુડન્ટ્સની તે માંગો પર ધ્યાન આપી રહ્યું છે, જે મોડી રાતે તેમણે ચાન્સેલરને સોંપી છે. દેખાવો સમાપ્ત થયા પછીથી યુનિવર્સિટી પ્રશાસને એક સરક્યુલર બહાર પાડીને 19થી 24 સપ્ટેમ્બર સુધી કલોઝિઝ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને આમ દિવસોની જેમ જ કાર્યાલયમાં રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. ચંદીગઢ વિશ્વવિદ્યાલયમાં ખરાબ માહોલની વચ્ચે વિદ્યાર્થી-વિધાર્થીનીઓ તેમના ઘરે પરત ફરી રહ્યાં છે. કેટલાક પેરેન્ટ્સ રવિવારે મોડીરાતે જ પોતાના બાળકોને ઘરે લઈ જવા માટે પહોંચ્યા હતા.

Published by:Vrushank Shukla

First published:

Tags: Chandigarh, Chandigarh city, Chandigarh punjab governmentSource link

Leave a Comment