ચીનમાં કોરોનાના કેસો વધતાં માગ ઘટવાની ભીતીએ ક્રૂડ ગબડી બે મહિનાના તળિયે


– સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવ ઘટી રૂ.૫૪૦૦૦ની અંદર

– ચાંદી,પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં પણ જોવા મળેલી પીછેહટ

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં  આજે   સોના-ચાંદીના ભાવમાં ઘટાડો  આગળ વધ્યો હતો.  વિશ્વ  બજારના  સમાચાર ઘટાડો  બતાવતા હતા.   વિશ્વ બજાર ઘટતાં  ભાવોએ  લેનારા ઓછા  તથા વેચનારા  વધુ રહ્યા હતા.  વિશ્વ બજારમાં   ડોલર ઈન્ડેક્સ  વધતાં તથા  બોન્ડ યીલ્ડ  પણ ઉંચકાતાં સોનામાં  ફંડોનું સેલીંગ  વધ્યાની ચર્ચા  હતી.  

ચીનમાં કોવિડનો ઉપદ્રવ વધતાં  વિશ્વ બજારંમાં અજંપો  વધ્યાના નિર્દેશો હતા.  વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ  તૂટી બે  મહિનાના  તળિયે ઉતરતાં  તથા ચીન પાછળ વૈશ્વિક કોપરના  ભાવ આજે  વધુ સવાથી  દોઢ ટકો નરમ રહેતાં  વિશ્વ બજારમાં  તેની અસર સોના તથા  ચાંદીના ભાવ  પર નેગેટીવ જોવા મળી હતી.

વિશ્વ બજારમાં  સોનાના ભાવ  ઔંશના  ૧૭૫૦થી ૧૭૫૧  વાળા નીચામાં  ૧૭૩૭ થઈ  ૧૭૪૨થી ૧૭૪૩ ડોલર  રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક   ચાંદીના ભાવ પણ  ઔંશના  ૨૦.૯૪થી  ૨૦.૯૫  વાળા આજે  નીચામાં  ૨૦.૫૮થઈ  ૨૦.૬૮થી ૨૦.૬૯  ડોલર રહ્યા હતા.

દરમિયાન,  અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ  ૧૦ ગ્રામના  રૂ.૨૦૦ ઘટી  ૯૯.૫૦ના  રૂ.૫૩૯૦૦ તથા ૯૯.૯૦ના  રૂ.૫૪૧૦૦ રહ્યા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ  કિલોના  રૂ.૬૧૫૦૦ રહ્યા હતા.   વિશ્વ બજારમાં  પ્લેટીનમના ભાવ  ઔંશના  ૯૮૧થી  ૯૮૨વાળા   નીચામાં  આજે ૯૬૬થઈ  ૯૮૦થી ૯૮૧  ડોલર રહ્યા હતા.   

જ્યારે પેલેડીયમના  ભાવ ૧૯૩૯થી ૧૯૪૦  વાળા  નીચામાં ૧૮૭૮થી  ૧૮૭૯ થઈ  ૧૯૦૭થી  ૧૯૦૮ ડોલર  રહ્યા હતા.   ક્રૂડતેલમાં  પીછેહટ ચાલુ  રહી હતી.   ચીનની નવી માગ ધીમી  હતી.

ન્યુયોર્ક  ક્રૂડના ઙાવ  બેરલના ૯૦.૦૮ વાળા નીચામાં  આજે  ૭૯.૧૮ થઈ  ૭૯.૫૯ ડોલર રહ્યા હતા. જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ  ૮૭.૬૨ વાળા  નીચામાં  ૮૬.૪૦ થઈ  ૮૬.૯૧  ડોલર રહ્યા હતા.   દરમિયાન,  ૨૦૨૨ના  ચોથા ત્રિમાસિકમાં  વિશ્વ  બજારમાં  ચીનની માગ ધીમી   રહેસે તથા  ક્રૂડતેલના  ભાવ દબાણ હેઠળ રહેશે   એવી આગાહી   ગોલ્ડમેન સેક દ્વારા કરાયાના સમાચાર  હતા.

મુંબઈ  બુલીયન  બજારમાં આજે   સોનાના ભવા જીએસટી  વગર   ૯૯.૫૦ના  રૂ.૫૨૪૨૫ વાળા  રૂ.૫૨૧૯૬ તથા  ૯૯.૯૦ના ભાવ રૂ.૫૨૬૨૫ વાળા રૂ.૫૨૪૦૬  રહ્યા હતા જ્યારે   મુંબઈ ચાંદીના ભાવ  જીએસટી વગર  રૂ.૬૧૦૦૦ વાળા રૂ.૬૦૪૪૨ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં  જીએસટીના સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા  રહ્યા હતા.Source link

Leave a Comment