ચૂંટણીના બીજા તબક્કાની ઉમેદવારોનું ચિત્ર આજે સ્પષ્ટ થશે-ફોર્મ પરત ખેંચવાનો સોમવારે અંતિમ દિવસ

-અમદાવાદમાંથી સૌથી વધુ ૩૩૨, સાબરકાંઠામાંથી સૌથી ઓછા ૬ ફોર્મ ભરાયા

અમદાવાદ,રવિવાર

ગુજરાત વિધાનસભાની
ચૂંટણીના બીજા તબક્કાનું ફોર્મ પરત ખેંચવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. ૯૩ બેઠક પર યોજાનારી
વિધાનસભાની  બીજા તબક્કાની ચૂંટણીમાં કેટલા
ઉમેદવારો ટકરાશે તેનું ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થઇ જશે. 

વિધાનસભાની ચૂંટણીના
બીજા તબક્કા માટે કુલ ૧૧૧૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં બનાસકાંઠામાંથી ૧૦૫, પાટણમાંથી
૫૨, મહેસાણામાંથી ૯૦, સાબરકાંઠામાંથી ૨૫, અરવલ્લીમાંથી ૩૯, સાબરકાંઠામાંથી ૬, ગાંધીનગરમાંથી
૭૩, અમદાવાદમાંથી ૩૩૨, આણંદમાંથી ૮૧, ખેડામાંથી ૫૭, મહીસાગરમાંથી ૩૦, પંચમહાલમાંથી
૫૨, દાહોદમાંથી ૪૪, વડોદરામાંથી ૮૯, છોટા ઉદેપુરમાંથી૧૯ ઉમેદવારનો સમાવેશ થાય છે.

આમ, અમદાવાદમાંથી
સૌથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. અમદાવાદ શહેરમાંથી ઘાટલોડીયામાં ૧૧, વેજલપુરમાંથી
૧૯, વટવામાંથી ૧૫, એલિસબ્રિજમાંથી ૧૦, નારણપુરામાંથી ૫, નિકોલમાંથી ૧૫, નરોડામાંથી
૧૮,ઠક્કરબાપાનગરમાંથી ૯, બાપુનગરમાંથી ૩૪, અમરાઇવાડીમાંથી ૧૮, દરિયાપુરમાંથી  ૧૧, જમાલપુર-ખાડિયામાંથી ૧૬, મણીનગરમાંથી ૯, દાણીલીમડામાંથી
૧૪, સાબરમતીમાંથી ૯, અસારવામાંથી ૧૦ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું
છે.

 

 Source link

Leave a Comment