સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને દેશના મુખ્ય ચુંટણી કમિશ્નર અરુણ ગોયલની નિયુક્તિની ફાઈલ કોર્ટમાં રજુ કરવા આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ધારદાર સવાલમાં જણાવ્યું હતું કે દેશમાં આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ચૂંટણી કમિશ્નરની પસંદગીને લગતા નિયમો બન્યા નથી.
નવી દિલ્હી, તા. 23 નવેમ્બર 2022
સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને દેશના મુખ્ય ચુંટણી કમિશ્નર અરુણ ગોયલની નિયુક્તિની ફાઈલ કોર્ટમાં રજુ કરવા આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ધારદાર સવાલમાં જણાવ્યું હતું કે દેશમાં આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ચૂંટણી કમિશ્નરની પસંદગીને લગતા નિયમો બન્યા નથી.
દેશના ચૂંટણી પંચના અધ્યક્ષની નિયુક્તિના વર્તમાન નિયમો બદલવા માટે, તેમાં સુધારા માટે અને વર્તમાન વ્યવસ્થાને પડકારતી એક અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આજે આ કેસમાં દલીલ થઈ હતી કે જ્યારે આ કેસ ચાલી રહ્યો છે ત્યારે અરુણ ગોએલની નિયુક્તિ અટકાવી શકાઈ હોત. જેથી સુપ્રીમ કોર્ટે આ નિમણૂકની ફાઈલ રજૂ કરવા એટર્ની જનરલને આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરુણ ગોયની નિયુક્તિની ફાઈલ તે જોવા માંગે છે. અરુણ ગોયલની મંગળવારે નિયુક્તિ કરવામાં આવી છે. ચૂંટણી કમિશ્રરોની નિમણૂક માટે સ્વતંત્ર પ્રક્રિયાની માંગ કરવાની અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે ફાઈલ માંગી છે. બૅંચે એટર્ની જનરલને કહ્યું કે કાલે ફાઈલો કોર્ટમાં રજૂ કરો. એડવોકેટ પ્રશાંત ભૂષણે અરુણ ગોયલની નિમણૂક પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ગુરુવારે જ VRS મળ્યું હતું અને સોમવારે તેમની ચૂંટણી કમિશ્રનર તરીકે નિયુક્તિ કરી દેવાઈ.