ચેતવણી નહીં આને ધમકી સમજજો: મહારાષ્ટ્ર પર આંખ ઊંચી કરીને જોશો તો…કર્ણાટકના સીએમ પર સંજય રાઉત લાલઘૂમ થયાં


મુંબઈ: ગઈ કાલે કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈએ મહારાષ્ટ્રના સાંગલીના જત તાલુકાના 40 ગામડા પર દાવો કર્યો હતો અને કહ્યું હતું કે, ત્યાંના લોકોને કર્ણાટકમાં સામેલ કરવા માગે છે. ત્યાર બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, એક પણ ગામ નહીં આપીએ ઉલ્ટાનું કર્ણાટકના બેલગામ, કારવાર, નિપાણી જેવા સરહદી વિસ્તારના ભાગને મહારાષ્ટ્રમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતને ચેતવણી સમજતા આજે ફરી કર્ણાટકના સીએમે એક ટ્વિટ કરીને મહારાષ્ટ્રની લગાણી ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. આ બાબતને લઈને હવે સંજય રાઉતે આકરા શબ્દોમાં ટિપ્પણી કરી છે.

સીએમ બસવરાજ બોમ્મઈએ આજે એક ટ્વિટ કરીને મહારાષ્ટ્રના કન્નડ ભાષી બહુમતવાળા અક્કલકોટ અને સોલાપુર વિસ્તારને કર્ણાટકમાં સામેલ કરવાની વાત કરી નાખી હતી અને કહ્યુ કે, કર્ણાટકની એક ઈંચ પણ જમીન આપવાનો સવાલ જ ઊભો થતો નથી. તેમણે કહ્યું કે, ફડણવીસનું આ સપનું ક્યારેય પુરુ થશે નહીં.

આ પણ વાંચો: બે રાજ્યોની સરહદનો વિવાદ: કર્ણાટકમાં મરાઠી બોલનારા વિસ્તારોને મહારાષ્ટ્રમાં સામેલ કરવાનો દાવો ઠોકશે

ગુજરાત ઉદ્યોગ લઈ જાય છે, કર્ણાટક આપણા ગામ લઈ લેવાની વાત કરે છે

તેના ર આજે પોતાના પ્રતિક્રિયા આપતા સંજય રાઉતે કહ્યું કે, આ બધું શું થઈ રહ્યું છે. ગુજરાત આપણા ઉદ્યોગ લઈ જાય છે, કર્ણાટક ગામડા અને જિલ્લા લેવાની ધમકી આપી રહ્યા છે. મહારાષ્ટ્રના આ નબળી સરકારી શું કરી રહી છે. કર્ણાટકના સીએમને હું ચેતવણી નહીં, ધમકી આપી રહ્યો છું, હાં આને ધમકી જ સમજજો. તમારી બકબક બંધ કરો. આ લઈશ અને પેલું લઈશ. ભાષા પર લગામ લગાવો. ભલે મહારાષ્ટ્રની સરકાર સિલેન્ડર માથે ચડાવીને ઘુંટણીયે બેસી ગઈ હોય, પણ શિવસેના સ્વાભિમાન સાથે ઠાકરેના નેતૃત્વમાં ઊભી છે, એ વાત યાદ રાખજો.

ક્યાં ગયા 40 ધારાસભ્યોના જૂથનું સ્વાભિમાન, ગોબરમાં ઘુસી ગયું ?

આગળ રાઉતે કહ્યુ કે, એ 40 ધારાસભ્યોનું શિંદે જૂથ ક્યાં ગયું. કહ્યું હતું કે, સ્વાભિમાની મહારાષ્ટ્ર માટે શિવસેનામાંથી બહાર આવ્યા હતા. હવે ક્યાં ગયું આપનું સ્વાભિમાન ? ક્યાં ગોબરમાં ઘુસી ગયા ? એક મુખ્યમંત્રી ગામડા લઈ લેવાની વાત કરે છે, એક ઉદ્યોગ ઉઠાવીને લઈ જાય છે. અને તમે બેસીને બસ તમાશો જોઈ રહ્યા છો? ખાલી કહેવાથી કંઈ નથી થતું.

Published by:Pravin Makwana

First published:

Tags: Sanjay rautSource link

Leave a Comment