જરૃરિયાત વગર એન્ટીબાયોટીક દવા લેવાથી કિડની અને લીવર ઉપર અસર થઈ શકે– વર્લ્ડ
એન્ટીબાયોટીક અવેરનેસ સપ્તાહ

– ડોકટરની સલાહ મુજબ લઇને ડોઝ પુરા કરવા જરૃરી : પાંચ વર્ષથી નાના
બાળકોમાં મોટાભાગના તાવ વાઇરસથી
, એન્ટિબાયોટીક દવા નકામી

સુરત :

ડોક્ટરની
સલાહ વગર અને જરૃર ન હોવા છતાં વધુ પડતી એન્ટિબાયોટિક દવા પીવાથી વ્યક્તિને કિડની
, લીવર ચામડી સહિતની
તકલીફ થઈ શકે છે. આ અંગે જાગૃતિ માટે તા. ૧૮ થી ૨૪ નવેમ્બર દરમિયાન પ્રિવેન્ટિંગ
એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ એકસાથે.  થીમ
ઉપર વર્લ્ડ એન્ટીબાયોટિક અવેરનેસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

સુરત શહેરમાં
એવા કેટલાક વ્યક્તિઓ છે કે ડોક્ટરની સલાહ વગર અને જરૃર ન હોવા છતાં તે વ્યક્તિ ખાનગી
મેડિકલ સ્ટોર માંથી એન્ટીબાયોટિક દવા લાવીને ગળે છે.  શરદી કે ખાંસી કે તાવ અને ઝાડા ઉલટી બીમારી વાયરલ
ઇન્ફેક્શનથી થાય છે તેમાં એન્ટિબાયોટિક દવા જરૃર હોતી નથી. છતા કેટલાક લોકો ડોક્ટરની
સલાહ વગર એન્ટિબાયોટિક દવા લે છે.  એન્ટીબાયોટિક
દવા હંમેશા ડોક્ટરની સલાહ મુજબ પૂરો ડોઝ અને પુરા સમયગાળા માટે લેવી જોઈએ. જરાક સારું
થાય કે તાવ ઉતરે તો એન્ટીબાયોટિક દવા અધૂરી છોડવી નહીં.

જ્યારે
પાંચ વર્ષથી નાના બાળકોમાં મોટાભાગના તાવ વાઈરસ થી થાય છે અને તેમાં એન્ટીબાયોટિક
દવાઓ બિલકુલ નકામી છે. પોતાના અને બીજાના અનુભવના પગલે એન્ટીબાયોટિક દવા લેવી
અત્યંત જોખમકારક છે એમ સ્મીમેર હોસ્પિટલના બાળકો વિભાગમાં ડો. રજનીકાંન્ત પટેલે
જણાવ્યું હતું. ડોક્ટરની સલાહ વગર 
એન્ટીબાયોટિક દવા લેવાથી કિડની
,
લીવર, લોહી પડવું, ચામડી
સહિતની તકલીફ થઈ શકે છે. એન્ટીબાયોટિક દવાનો બિનજરુરી ઉપયોગ બંધ કરવા જાગૃતિ માટે
આ વર્લ્ડ એન્ટીબાયોટિક ઓવેરનેસ સપ્તાહ ઉજવાય છે.

 

સ્મીમેરમાં
નર્સિંગ  વિદ્યાર્થીઓને એન્ટીબાયોટીક દવાના
ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું

સ્મીમેર
હોસ્પિટલમાં એન્ટીબાયોટિક દવા અંગે જાગૃતિ આવે તે માટે બાળકોના વિભાગ ના ડોક્ટરો દ્વારા
ક્વિઝ કોમ્પિટિશન યોજાઇ હતી. વિવિધ નસગ કોલેજના વિદ્યાર્થીઓને બાળકો વિભાગના વડા ડો.
પૂનમ સિંગ
, ડો. રજનીકાંન્ત પટેલ, ડો. અમિત સુરાના તે દવાનો ઉપયોગ
કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. જયારે વિદ્યાર્થીઓને તેમના આજુબાજુમાં રહેતા લોકોને
એન્ટીબાયોટિક કયા સંજોગોમાં પીવી
, કેવી રીતે દવા પીવી તે અંગે
માહિતીગાર કર્યા હતા.Source link

Leave a Comment