જસપ્રિત બુમરાહ કે શાહીન આફ્રિદી? જાણો.. રિકી પોન્ટિંગની નજરમાં ઓસ્ટ્રેલિયન પિચ પર કોણ રહેશે શ્રેષ્ઠ


નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ભવિષ્યવાણી કરી છે કે, જસપ્રીત બુમરાહ T-20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાનના શાહીન આફ્રિદી સામે ઓસ્ટ્રેલિયાની સ્થિતિમાં સારો દેખાવ કરશે. બુમરાહ અને આફ્રિદી, વર્તમાન યુગના બે અગ્રણી ઝડપી બોલરો, તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપ 2022માં સામ-સામેથી આવતા ચૂકી ગયા હતા, પરંતુ આવતા મહિને ICCની મેગા ઇવેન્ટ દરમિયાન તેઓ મેદાનમાં ઉતરશે.

બુમરાહ છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં તમામ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો મુખ્ય બોલર રહ્યો છે અને તેણે અત્યાર સુધીમાં 58 T-20માં 6.46ના ઈકોનોમી રેટથી 69 વિકેટ લીધી છે. તેની ગેરહાજરી એશિયા કપ તેમજ મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20 મેચમાં ભારતીય બોલિંગ વિભાગ માટે મહત્ત્વનો મુદ્દો સાબિત થઈ છે. બીજી તરફ, આફ્રિદી, તેના ડેબ્યૂથી જ એક સનસનાટીભર્યા બોલર તરીકે ઉભરી આવ્યો છે અને તેણે શ્રેષ્ઠ બેટ્સમેનોને પરેશાન કર્યા છે.

આ પણ વાંચો : જસપ્રીત બુમરાહ ફરી ઉતરશે મેદાને; આજે કરો યા મરો મેચમાં ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે, જાણો શું કહે છે આંકડા?

પોન્ટિંગ મૂકાવો મૂંઝવણમાં

આ બે ઝડપી બોલરોમાંથી જ્યારે પોન્ટિંગને ઓસ્ટ્રેલિયન પરિસ્થિતિઓમાં પ્રદર્શનના દૃષ્ટિકોણથી વધુ સારા સંભવિત બોલરની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે બે ઝડપી બોલરો વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ છે. આ સાથે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટને છેલ્લા બે વર્ષમાં ક્રિકેટના વિવિધ ફોર્મેટમાં બંને બોલરોના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેણે વધુમાં ઉમેર્યું હતું કે, જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયન પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરવા માટે આફ્રિદી કરતાં વધુ મોટી ટુર્નામેન્ટ રમી હોવાથી તે ભારતીય ઝડપી બોલર સાથે જશે.

ICC સમીક્ષા પર સંજના ગણેશન સાથેની વાતચીત દરમિયાન પોન્ટિંગે કહ્યું, ‘જુઓ, તમે તે બે બોલરોને કેવી રીતે અલગ કરી શકો? તે રમતના તમામ ફોર્મેટમાં વર્ષોથી વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોમાંનો શામેલ છે. તેણે કહ્યું, “હું કદાચ એકલા અનુભવના આધારે બુમરાહને પસંદ કરીશ. તેણે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં ઘણા ક્રિકેટ મેચ રમ્યા છે, ઓસ્ટ્રેલિયામાં આફ્રિદી કરતાં વધુ રમ્યો છે અને તેણે આફ્રિદી કરતાં વધુ મોટી ટૂર્નામેન્ટ પણ રમી છે.

Published by:mujahid tunvar

First published:

Tags: Cricket News in Gujaati, Jasprit bumrah, Ricky ponting, Shaheen Afridi, Sports news, T20 World Cup 2022, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ



Source link

Leave a Comment