જામનગરમાં પારકા ઝગડામાં વચ્ચે પડેલા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા



- હનુમાન ટેકરી વિસ્તારમાં બનેલો બનાવ

- યુવાન પોતાના મિત્ર સાથે જૂના ઘરે જતો હતો ત્યારે બે શખ્સો વચ્ચે થતા ઝગડામાં છોડાવવા જતા તેના પર છરીબાજી

જામનગર: જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતો યુવક તેના મિત્ર સાથે હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા જૂના મકાને જતાં હતાં.ત્યારે રસ્તામાં પારકા ઝગડામાં વચ્ચે પડેલા ઝગડો કરી રહેલા એક શખ્સે આંતરીને યુવક સાથે બોલાચાલી અને ઝપાઝપી કર્યા બાદ છરી વડે જીવલેણ હુમલો કરતા સારવારમાં યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

દિગ્જામ સર્કલ નજીક હનુમાન ટેકરી વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહેલા બે યુવાનો પૈકી ગૌતમ ઉર્ફે ગુડા દિનેશભાઈ સીંગરખીયા નામના 22 વર્ષના યુવાન પર હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હિતેષ ઉર્ફે ફોગો બાબુભાઈ રાઠોડ નામના યુવાને છરીના ઘા ઝીંકી દેતા ગૌતમને ગંભીર હાલતમાં જી.જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જયાં તબીબોએ તેું મૃત્યુ નિપજ્યાનું જાહેર કરતાં પોલીસ દોડી ગઈ હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી સુભાષપરા શેરી નં.7 રામાપીરના મંદિરવાળી શેરી વિસ્તારમાં રહેતો ગૌતમ ઉર્ફે ગુંડા દિનેશભાઈ સિંગરખીયા (ઉ.વ.22) નામનો યુવક ગત રાત્રિના સમયે તેના મિત્ર ધમા ફફલ સાથે તેના ભાઇના જૂના મકાને જતાં હતાં. ત્યારે હનુમાન ટેકરી મેલડી માતાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે હિતેશ ઉર્ફે ફોગો બાબુ રાઠોડ નામના શખ્સ કોઇ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો. તે દરમિયાન ગૌતમે વચ્ચે પડી છોડાવવા જતા ગૌતમ સાથે બોલાચાલી અને ઝપાઝપી કર્યા બાદ ઉશ્કેરાઈને છરીનો એક ઘા ડાબા કાન પાછળ અને બીજો જીવલેણ ઘા ડાબા પડખામાં ઝીંકયો હતો. જીવલેણ હુમલાથી ઘવાયેલા ગૌતમને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલાં યુવકનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

બનાવની જાણ થતા પીઆઇ પી.એલ. વાઘેલા તથા સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. મૃતકના ભાઈ નીતિન દિનેશભાઈ સીંગરખીયા (રે. શંકરટેકરી, સુભાસ પરા શેરી નં. 7) ની ફરિયાદના આધારે હિતેશ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



Source link

Leave a Comment