આ નિયમોમાંથી એક નવો નિયમ છે કે જ્યારે વિકેટ પડે ત્યારે નવા બેટ્સમેને હવે 2 મિનિટની અંદર ક્રિઝ પર આવીને સ્ટ્રાઈક લેવી પડશે. જો આમ ન થાય તો વિરોધી ટીમના કેપ્ટન ટાઈમ આઉટ કરવાની અપીલ કરી શકશે.
ICCનો આ નવો નિયમ અનુસાર, ‘ટેસ્ટ અને ODIમાં કોઈપણ નવો બેટ્સમેન ક્રિઝ પર 2 મિનિટની અંદર સ્ટ્રાઈક લેવા માટે તૈયાર રહેવું પડશે. જ્યારે ટી20 ક્રિકેટમાં આ સમય માત્ર 90 સેકન્ડનો હશે. અગાઉ આ સમય વનડે અને ટેસ્ટમાં 3 મિનિટનો હતો. જો બેટ્સમેન આમ કરવામાં અસમર્થ રહે છે તો ફિલ્ડિંગ કેપ્ટન ટાઈમ આઉટ માટે અપીલ કરી શકે છે.
અન્ય કયા નિયમો ઉમેરવામાં આવ્યા છે?
ICC દ્વારા ઘણા નિયમો લાવવામાં આવ્યા છે, જે 1 ઓક્ટોબરથી લાગુ થશે. આમાં એક નિયમ તેવો પણ છે કે જો કોઈ બેટ્સમેન કેચ આઉટ થાય છે, તો પછીના બોલ પર સ્ટ્રાઈક નવા બેટ્સમેન દ્વારા લેવામાં આવશે. એટલે કે સ્ટ્રાઈક રોટેટ કરવાનો નિયમ ખત્મ કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચL ગૌતમ ગંભીરનો ઘટસ્ફોટ: 1983 વર્લ્ડ કપના હીરો અંગે ‘કેટલાક સિનિયર્સે’ કહી હતી મોટી વાત?
મેચ દરમિયાન બોલ પર સ્લિવાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. કોરોનાકાળ દરમિયાન તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જો કોઈ બોલર તેના રન-અપ દરમિયાન બોલ પર કંઈક અયોગ્ય કરે છે, તો બેટિંગ ટીમને ફરિયાદ કરવાની તક મળશે અને દંડ તરીકે અમ્પાયર ફિલ્ડિંગ ટીમ પર 5 રનનો દંડ ફટકારી શકે છે.
તમને જણાવી દઈએ કે આઈસીસી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને આઈસીસી ક્રિકેટ કમિટી દ્વારા પાસ કરવામાં આવ્યા છે. આ સમિતિનું નેતૃત્વ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કરી રહ્યા છે, જ્યારે તેમાં રમીઝ રાજા, મહેલા જયવર્દને, ડેનિયલ વેટોરી, વીવીએસ લક્ષ્મણ, જય શાહ સહિત અન્ય દેશોના પ્રતિનિધિઓ સામેલ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર