ઝાલરો, માળાઓ અને ક્રિસમસ ટ્રી વડે વિશેષ શણગાર


અમદાવાદ: ઝાલરો, માળાઓ અને ક્રિસમસ ટ્રી વડે શણગારની તૈયારીઓ કરવામાં આવી રહી છે, માહોલ ખૂબ જ સુખદ છે તથા તાજી બૅક કરેલી કૅક અને મિષ્ઠાનોના સેમ્પલોની સુગંધ ચોમેર ફેલાઈ રહી છે. ક્રિસમસ અને ન્યૂ યરના તહેવારો આવી રહ્યાં છે, ત્યારે આઇટીસી હોટેલ્સ લિમિટેડની વૈભવી કલેક્શન પ્રોપર્ટી આઇટીસી નર્મદાએ શુક્રવારે હોટલ ખાતે કૅક મિક્સિંગ સમારોહનું આયોજન કર્યું હતું.

ક્રિસમસ કૅક મિક્સિંગ સમારોહનું આયોજન

આઇટીસી નર્મદાના એક્ઝિક્યુટિવ શૅફ ગૌરવ લેવિના અને તેમની ટીમની સાથે આઇટીસી નર્મદાના જનરલ મેનેજર કીનાન મેકકીન્ઝીએ હોટેલના આલફ્રેસ્કો એરીયામાં 12માં માળે આવેલી લૉન્જમાં હાઈ ટીની સાથે ક્રિસમસ કૅક મિક્સિંગ સમારોહનું આયોજન કર્યું હતું. અમદાવાદના પાક કળાના ઉત્સાહીઓના એક સમુદાયે અત્યંત ઉત્સાહ સાથે ક્રિસમસના કૅક મિક્સિંગ રિચ્યુઅલનો અનુભવ મેળવ્યો હતો.આ પણ વાંચો: અભિવ્યક્તિના મ્યુઝિકલ શોએ કરી કમાલ, ઓડિટોરિયમ ખચોખચ ભરાઈ ગયો

જજમાનો આ પ્રક્રિયાના સાક્ષી બન્યાં

ક્રિસમસના લગભગ એક મહિના પહેલા સૂકોમેવો, ફળોની છાલ પલાળવાથી અને ફળોના રસમાં સુગંધિત મસાલાઓ મિશ્રિત કરવાથી ક્રિસમસ માટે પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવતી સ્વાદિષ્ટ પ્લમ કૅક બને છે. આ સમારંભમાં હાજર રહેલા જજમાનો તજ, સ્ટાર એનાઇઝ, જાયફળ જેવા સુગંધિત મસાલાઓને પલાળવાની અને મિશ્રિત કરાવાની પ્રક્રિયાની સાથે નારંગી અને દાડમના રસના મિશ્રણમાં ખાંડ પાયેલી નારંગી અને આદુની છાલ, બાફેલા જરદાળુ, શેકેલી બદામ, અખરોટ, ખારેક, સૂકી દ્રાક્ષ અને કાળી સૂકી દ્રાક્ષને એકસાથે મિશ્રિત કરવાની પ્રક્રિયાના સાક્ષી બન્યાં હતા.

આ પણ વાંચો: કોંગ્રેસ નેતાઓ એક બાદ એક કરી રહ્યા છે કેસરિયો

ક્રિસમસ નિમિત્તે વિશેષ તૈયારીઓ કરવામાં આવી

આગામી મહિને હોટલમાં જે વાનગીઓ ક્રિસમસ નિમિત્તે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા મેનૂનો હિસ્સો બનવા જઈ રહી છે, તેને પણ હાઈ ટી દરમિયાન રજૂ કરવામાં આવી હતી. તેમાં મેંગો ટર્મરિક અને એવોકાડો જેવા તાજગીભર્યા ફ્લેવર્સ ધરાવતી પેનકૅકની વૈવિધ્યસભર રેન્જ, ગ્રિલ્ડ પાઇનેપલ અને હોઇસિન-પિકલ્ડ વેજીટેબલ્સ, જુનિપર બ્રેઇઝ્ડ રેડ કેબેજ, ગરમાગરમ સ્વાદિષ્ટ સ્ટીમ પેનકૅકમાં રૅપ કરેલું પીનટ અને કોરિયેન્ડર સાલસા ઉપરાંત પોટ સ્ટિકર્સ-વૉટર ચેસ્ટનટ અને ગાર્લિક ચાઇવ્સ તથા સ્કેલિયન્સ અને ટર્કી પોટ સ્ટિકર્સના અનેક વિકલ્પોનો સમાવેશ થાય છે. આ સિવાય સ્વાદિષ્ટ મીઠાઇઓ તો ખરી જ, જેમાં નૂગા અને માર્શમેલો, બ્લેકબેરી અને ચોકલેટ બાસ્ક ફ્લાન તથા તાજા અંજીર અને સ્ટ્રોબેરી ફ્રેંગીપેન ટાર્ટની સાથે સિનેમન, ચિલી એન્ડ ચોકલેટ ક્રીમ પોટ્સનો સમાવેશ થાય છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vimal Prajapati

First published:

Tags: Christmas, Christmas celebration, ગુજરાતSource link

Leave a Comment