Table of Contents
SBI
Bernsteinની સલાહ મુજબ તમે SBIના શેર પર દાવ રમી શકો છો. જેના માટે Bernstein દ્વારા જણાવાયું છે કે આ શેર આઉટપરફોર્મ કરી શકે છે. તેમજ તેનો ટાર્ગેટ 700 રુપિયા જણાવ્યા છે.આ પણ વાંચોઃ લાંબાગાળે રુપિયાના ઢગેલા-ઢગલા કરી શકે છે આ શેર્સ, મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસે ખરીદ્યા
Axis Bank
Bernstein આવા જ એક બીજા શેર અંગે સલાહ આપતા આ લિસ્ટમાં બીજુ નામ એક્સિસ બેંકનું આપ્યું છે. આ શેર રોકાણકારોને તગડું રિટર્ન આપી શકે છે. તેનો ટાર્ગેટ 1000 રુપિયા નક્કી કર્યો છે.
HDFC Bank
તગડી કમાણી કરાવી શકતા શેરના લિસ્ટમાં Bernstein દ્વારા ત્રીજા શેર તરીકે HDFCનું નામ આપ્યું છે. જે તેમના મતે આઉટ પરફોર્મ કરી શકે છે. તેમજ આ બેંકિંગ શેર માટેનું લક્ષ્યાંક 2200 રુપિયા પ્રતિ શેર રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો:Manushi Chhillar: મિસ વર્લ્ડ માનુષી છિલ્લર જેના પ્રેમમાં પડી તે બિઝનેસમેન નિખિલ કામથ કોણ છે?
Airtel
અન્ય એક માર્કેટ એડવાઇઝર CITI દ્વારા બેસ્ટ પિક્સ સ્વરુપે ભારતી એરટેલના શેરને પસંદ કરવામાં આવ્યો છે. સિટીનું કહેવું છે કે આ શેરમાં ખરીદી કરવી જોઈએ. તેમજ તેનો લક્ષ્યાંક 940 રુપિયા સુધી રાખવામાં આવ્યો છે.
NHPC
માર્કેટ એક્સપર્ટ સંસ્થા CLSA દ્વારા તગડા રિટર્ન આપનાર શેરમાં NHPCનું નામ આપ્યું છે. તેના માટે બાય કોલ આપવામાં આવ્યો છે. તેનું લક્ષ્યાંક 54 રુપિયા પ્રતિ શેર રાખવામાં આવ્યો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Earn money, Expert opinion, Hot stocks, Share market, Stock market Tips