ટૂંકાગાળામાં તગડી કમાણી માટે હોટ સ્ટોક્સ પર નિષ્ણાતની સલાહ


મુંબઈઃ શેરબજારમાં દરેક લોકો એવા શેર્સની શોધમાં હોય છે જેમાં ટૂંકા ગાળામાં તગડી કમાણી શક્ય બને. તેવામાં આજે અમે બ્રોકરેજ હાઉસની સલાહ મુજબ પાંચ શેરનું લિસ્ટ લઈ આવ્યા છીએ જેમાં તમને આગામી ટૂંક સમયમાં તગડું 40 ટકા સુધીનું રિટર્ન મળી શકે છે.  Hindi CNBCTV18 ના અહેવાલ મુજબ આ પાંચ શેરનું લિસ્ટ નીચે મુજબ છે.

SBI

Bernsteinની સલાહ મુજબ તમે SBIના શેર પર દાવ રમી શકો છો. જેના માટે Bernstein દ્વારા જણાવાયું છે કે આ શેર આઉટપરફોર્મ કરી શકે છે. તેમજ તેનો ટાર્ગેટ 700 રુપિયા જણાવ્યા છે.આ પણ વાંચોઃ લાંબાગાળે રુપિયાના ઢગેલા-ઢગલા કરી શકે છે આ શેર્સ, મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસે ખરીદ્યા

Axis Bank

Bernstein આવા જ એક બીજા શેર અંગે સલાહ આપતા આ લિસ્ટમાં બીજુ નામ એક્સિસ બેંકનું આપ્યું છે. આ શેર રોકાણકારોને તગડું રિટર્ન આપી શકે છે. તેનો ટાર્ગેટ 1000 રુપિયા નક્કી કર્યો છે.

HDFC Bank

તગડી કમાણી કરાવી શકતા શેરના લિસ્ટમાં Bernstein દ્વારા ત્રીજા શેર તરીકે HDFCનું નામ આપ્યું છે. જે તેમના મતે આઉટ પરફોર્મ કરી શકે છે. તેમજ આ બેંકિંગ શેર માટેનું લક્ષ્યાંક 2200 રુપિયા પ્રતિ શેર રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Manushi Chhillar: મિસ વર્લ્ડ માનુષી છિલ્લર જેના પ્રેમમાં પડી તે બિઝનેસમેન નિખિલ કામથ કોણ છે?

Airtel

અન્ય એક માર્કેટ એડવાઇઝર CITI દ્વારા બેસ્ટ પિક્સ સ્વરુપે ભારતી એરટેલના શેરને પસંદ કરવામાં આવ્યો છે. સિટીનું કહેવું છે કે આ શેરમાં ખરીદી કરવી જોઈએ. તેમજ તેનો લક્ષ્યાંક 940 રુપિયા સુધી રાખવામાં આવ્યો છે.

NHPC

માર્કેટ એક્સપર્ટ સંસ્થા CLSA દ્વારા તગડા રિટર્ન આપનાર શેરમાં NHPCનું નામ આપ્યું છે. તેના માટે બાય કોલ આપવામાં આવ્યો છે. તેનું લક્ષ્યાંક 54 રુપિયા પ્રતિ શેર રાખવામાં આવ્યો છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Earn money, Expert opinion, Hot stocks, Share market, Stock market Tips



Source link

Leave a Comment