ડિસેમ્બરમાં કુલ 13 દિવસ બંધ રહેશે બેંકો


નવી દિલ્હીઃ જો તમે બેંકિંગ સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું વિચારી રહ્યા છો અને આગામી મહિને બેંક જવાની યોજના બનાવી રહ્યા છો, તો જાણી લો આગામી મહિનો ડિસેમ્બર 2022માં બેંકમાં કયા દિવસે રજાઓ છે. કારણ કે નવેમ્બર મહિનો હવે ખત્મ થવાનો છે. તો જલ્દીથી જાણી લો અને નોંધ કરી લો કે ડિસેમ્બર મહિનામાં દેશના અલગ-અલગ શહેરોમાં કેટલા દિવસો સુધી બેંક બંધ રહેવાની છે. ડિસેમ્બર મહિનામાં કુલ 13 દિવસ બેંક બંધ રહેશે. એટલા માટે રજાઓની યાદી ચેક કરીને જ ઘરેથી નીકળો.

Table of Contents

રજાઓની યાદી જાહેર

જાણકારી અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ડિસેમ્બર મહિના માટે બેંકોની રજાઓની યાદી જાહેર કરી દીધી છે. આ બેંકની રજાઓ વિવિધ રાજ્યો અને શહેરોના હિસાબથી અલગ-અલગ દિવસે હોઈ શકે છે. આ રજાઓ શહેર કે વિસ્તારમાં થનારા તહેવારો કે અન્ય આયોજનો પર નિર્ભર કરે છે.આ પણ વાંચોઃ જલ્દી કરો! રૂ.67,200નું Daikin 1.5 Ton Split AC મળી રહ્યુ છે માત્ર 18 હજારમાં, બચ્યો છે થોડો જ સ્ટોક

અહીં જુઓ ડિસેમ્બર મહિનામાં બેંક રજાઓની સંપૂર્ણ યાદી-

તારીખ

કારણ

સ્થાન

3 ડિસેમ્બર

સેન્ટ ઝેવિયર ફિસ્ટ

ગોવામાં બેંક બંધ

4 ડિસેમ્બર

રવિવાર

સાપ્તાહિક રજા (રાષ્ટ્રવ્યાપી)

10 ડિસેમ્બર

બીજો શનિવાર

સાપ્તાહિક રજા (રાષ્ટ્રવ્યાપી)

11 ડિસેમ્બર

રવિવાર

સાપ્તાહિક રજા (રાષ્ટ્રવ્યાપી)

12 ડિસેમ્બર

પા-ટાગન નેંગમિન્જા સંગમ

મેઘાલયમાં બેંક બંધ

18 ડિસેમ્બર

રવિવાર

સાપ્તાહિક રજા (રાષ્ટ્રવ્યાપી)

19 ડિસેમ્બર

ગોવા મુક્તિ દિવસ

ગોવામાં બેંક બંધ

24 ડિસેમ્બર

ચોથો શનિવાર

સાપ્તાહિક રજા (રાષ્ટ્રવ્યાપી)

25 ડિસેમ્બર

રવિવાર

સાપ્તાહિક રજા (રાષ્ટ્રવ્યાપી)

26 ડિસેમ્બર

ક્રિસમસ, લાસોંગ, નામસૂંગ

મિઝોરમ, સિક્કિમ, મેઘાલયમાં બેંક બંધ

29 ડિસેમ્બર

ગુરુ ગોવિંદ સિંહ જન્મદિવસ

ચંદીગઢમાં બેંક બંધ

30 ડિસેમ્બર

યુ કિઆંગ નંગવાહ

મેઘાલયમાં બેંક બંધ

31મી ડિસેમ્બર

નવા વર્ષની પૂર્વસંધ્યાએ

મિઝોરમમાં બેંક બંધ

આ પણ વાંચોઃ લગ્નની સિઝનમાં ધૂમ મચાવશે આ બિઝનેસ, એકવાર સફળતા મળી તો કમાણી જ કમાણી

ઓનલાઈન બેંકિંગ સુવિધાઓ ચાલું રહેશે

આ યાદીને જુઓ તો, ડિસેમ્બર મહિનામાં સાપ્તાહિક રજાઓને મળીને પૂરા 13 દિવસ બેંક બંધ રહેશે. એટલા માટે આ યાદીને ચેક કરીને જ ઘરેથી બેંક જવા માટે નીકળો. કારણકે ક્યારેય એવું ન બને કે, તમે બેંકમાં પહુંચો અને બેંક બંધ હોય. જો કે, આ યાદી ચેક કર્યા પછી તમે બેંક શાખા બંધ હોવા પર ઘરે બેઠા જ બેંકિંગ સાથે જોડાયેલા બધા કામ કરી શકો છો. કેમ કે 24 કલાક ઓનલાઈન બેંકિંગ સુવિધાઓ ચાલૂ રહેશે.

Published by:Sahil Vaniya

First published:

Tags: Bank Holiday List, Bank News, Business news



Source link

Leave a Comment