ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ બંધ: એક ડોલરના ચૂકવો રૂ.80.86


અમદાવાદ તા. 22 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર

ભારતીય ચલણ રૂપિયો ડોલર સામે આજે વિક્રમી નીચી સપાટીએ ખુલી સતત નરમ રહી ઈતિહાસમાં ક્યારેય જોવા મળી હોય એટલી નીચી સપાટીએ બંધ આવ્યો હતો. ફોરેકસ માર્કેટમાં ટ્રેડીંગ બંધ રહ્યું ત્યારે ડોલર સામે રૂપિયો ૮૦.૮૬ની સપાટીએ બંધ આવ્યો હતો જે એક જ દિવસમાં ૮૮ પૈસાનો ઘટાડો સૂચવે છે.

ગુરુવારે ટ્રેડીંગ શરુ થયું ત્યારે ડોલર સામે રૂપિયો ૮૦.૨૮ની વિક્રમી નીચી સપાટીએ ખુલ્યા બાદ થોડી જ પળોમાં વધારે ઘટી ૮૦.૩૭ થઇ ગયો હતો. વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલર ઇન્ડેક્સ ૧૧૨ની બે દાયકાની સૌથી ઊંચી સપાટીએ પહોંચતા, ફેડરલ રિઝર્વે વ્યાજના દર વધારતા આજે ડોલર સામે રૂપિયો સતત દબાણમાં રહ્યો હતો. ભારતની ચાલુ ખાતાની ખાધ વધી રહી છે, દેશની વિદેશી હૂંડિયામણની અનામત ઘટી રહી છે તેની અસર પણ રૂપિયા ઉપર જોવા મળી રહી છે.

ગઈકાલે ફેડરલ રિઝર્વે આજે અમેરિકામાં ફેડ ફંડના દરમાં ૦.૭૫ ટકાના વધારાની જાહેરાત કરી હતી. આ સાથે વ્યાજનો દર હવે વધી ૩ થી ૩.૨૫ ટકા વધી ગયા છે. આ સાથે અમેરિકામાં આર્થિક વૃદ્ધિ દર ઘટાડી માત્ર ૦.૨૫ ટકા કરવામાં આવ્યો છે. આટલા ઉંચા વ્યાજના દર છેલ્લે ૨૦૦૮માં જોવા મળ્યા હતા.

વધુ વાંચો : ફેડરલ રિઝર્વે વ્યાજના દર 2008 પછી સૌથી ઊંચા કર્યા



Source link

Leave a Comment