અમિત શાહે ડિસામાં સભાને સંબોધતા જણાવ્યું કે, કોંગ્રેસના રાજ્યમાં રમખાણ થતા હતા, જેમાં 350 દિવસમાંથી 300 દિવસ કરફ્યુ રહેતો હતો. જ્યારે અહીં 2002 પછી કોઈ એક દિવસ પણ કોઈ કરફ્યુ નથી થયું. આ સાથે જ તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, અહીં પાણી જે પહોંચ્યું તે કોંગ્રેસમાં દમ હોત તો 25 વર્ષ પહેલાં પહોંચી ગયું હોત. તેમણે જનતાને સવાલ પુછ્યો હતો કે, કાશ્મીર આપણું છે કે નહીં, 370 ની કલમ જવાહરલાલ નહેરુ મૂકીને ગયા હતા તેમની 4 પેઢીએ રાજ્ય કર્યું, 370ની કલમને તેમણે વહાલા દીકરાની જેમ પંપાળી હતી. જ્યારે આપણા મોદી સાહેબે 370 કલમને એક ઝાટકે હટાવી દીધી.”
શાહના કોંગ્રેસ પર પ્રહાર
અમિત શાહે તેમની સભામાં કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, સોનિયા -મનમોહનની સરકાર 10 વર્ષ ચાલી તેમાં રોજ પાકિસ્તાનથી આલિયા-માલિયા જમાલિયા ઘુસી જતા હતા, પરંતુ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં આપણે પાકિસ્તાનમાં જઈને એરસ્ટ્રાઈક કરી. છતાં પણ રાહુલ ગાંધી અને કેજરીવાલ એર સ્ટ્રાઈકના પુરાવા માંગતા હતા.
આ સાથે જ, ખંભાત ખાતે પણ તેમણે સભા યોજી હતી. તેમણે જણાવ્યું કે, ‘કોંગ્રેસે પોતાના શાસનમાં ગરીબોને લૂંટ્યા જ છે. કોંગ્રેસ હંમેશા વોટ બેંક માટે કામ કરે છે. રામ મંદિર પણ વોટ બેંક માટે જ ન બનાવ્યું.’ નોંધનીય છે કે, આ બાદ તેઓ 2 વાગે થરાદ, 4 વાગે ડીસા અને રાત્રે 8.00 વાગે અમદાવાદની સાબરમતિ બેઠક પર પણ જાહેર સભા કરશે.
આ પણ વાંચો: કોંગ્રેસે વોટ બેંક માટે જ રામ મંદિર ન બનાવ્યું: ખંભાતમાં અમિત શાહ
ખંભાતમાં અમિત શાહે જણાવ્યુ છે કે, કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેવાનો અધિકારી નથી, કોંગ્રેસે માત્ર વોટબેન્કની ચિંતા કરી. અમિત શાહે જનસભાને સંબોધતા જણાવ્યુ કે, ભાજપ પર ખંભાતનું મોટુ ઋણ છે. કોંગ્રેસવાળા નવા કપડા પહેરીને આવી ગયા છે. કોંગ્રેસને વોટ આપશો તો ફરી રમખાણો થશે. અમે કોઈ વોટબેંકથી નથી ડરતા. કોંગ્રેસે વોટબેંક માટે જ રામ મંદિર બનાવ્યું ન હતુ. કોંગ્રેસે હંમેશા સરદાર સાહેબનું અપમાન કર્યુ છે. કોંગ્રેસવાળા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા નથી જતા.
તેમણે વધુમાં જણાવ્યુ કે, કોંગ્રેસ સત્તામાં નથી તો કોંગ્રેસે કયા કામ કર્યા તે સમજાતુ નથી. આજકાલ કોંગ્રેસ સરદાર સાહેબનું નામ લે છે પરંતુ નરેન્દ્રભાઈએ સરદાર સાહેબને સન્માન અપાવ્યુ. આ સાથે તેમમે જણાવ્યુ કે, ‘કોંગ્રેસે 370 ની કલમ ન હટાવી કેમ કે, એમની વોટબેંક તૂટી જાય.
આ સાથે અર્થતંત્ર અંગે જણાવ્યુ કે, દુનિયાભરના અર્થતંત્રમાં ભારતનું મજબૂત થયું છે. મનમોહને 11માં નંબરે અર્થતંત્રને રાખ્યું હતુ. ભાજપે અર્થતંત્રને મજબૂત બનાવ્યુ. નરેન્દ્રભાઈ અર્થતંત્રને પાંચમાં નંબર સુધી લાવ્યા. આ સાથે ટ્રિપલ તલાક અંગે જણાવ્યુ કે, ત્રિપલ તલાક હટાવાતા કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે.
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amit shah, Gujarat Assembly Election 2022, Gujarat Elections