1000 runs and counting in T20Is for @surya_14kumar 💥💥
He is the third fastest Indian batter to achieve this feat.#TeamIndia pic.twitter.com/aDOSNWu2zv— BCCI (@BCCI) October 2, 2022
22 બોલમાં 61 રન ઝૂડયા
આજે સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 61 રન ઝૂડી કાઢ્યા હતા. આ દરમિયાન સૂર્યાએ 5 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર ઇનિંગ બાદ તે રનઆઉટ થયો હતો. જો કે આ દરમિયાન સૂર્યકુમાર એવો જોરદાર વરસ્યો હતો કે મેદાનની ચારે તરફ ફરી વળ્યો હતો. પ્રેક્ષકોને આ આતશી બેટિંગ જોવાની મજા પડી ગઈ હતી.
20 ઓવર્સમાં 237 રન બનાવ્યા
ભારતે પહેલા બેટિંગ કરતા એટલી શાનદાર બેટિંગ કરી હતી કે 20 ઓવર્સમાં ટીમનો સ્કોર 237 રન નોંધાયો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત અને લોકેશ રાહુલે ઓપનિંગ કરતાં વિસ્ફોટ્ક શરૂઆત અપાવી હતી. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ પણ બોલરોની હાલત દયનીય કરી દીધી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cricket News Gujarati, IND Vs SA, Indian Cricket, T20 cricket