દક્ષિણ આફ્રિકા સામે ભારતીય બેટ્સમેનોનો જંગી સ્કોર, સૂર્યકુમારે તોડ્યો રોહિતનો રેકોર્ડ, 1000 રન કરનાર ત્રીજો ખેલાડી


 ગુવાહાટી: સૂર્યકુમાર યાદવે T20I ફોર્મેટમાં તેનો આગવો અને શાનદાર ટચ ચાલુ રાખ્યો હતો. આજે  ગુવાહાટીમાં ક્રિકેટની રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં સૂર્યકુમાર 1000 રનનો આંકડો પાર કરનારો ત્રીજો સૌથી ઝડપી ભારતીય બેટર બન્યો હતો.   દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20I દરમિયાન સૂર્યકુમાર યાદવ કોહલી અને લોકેશ રાહુલ બાદ આ સીમાચિહ્ન પાર કરનાર ત્રીજો ખેલાડી બન્યો હતો.

22 બોલમાં 61 રન ઝૂડયા 

આજે સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 61 રન ઝૂડી કાઢ્યા હતા. આ દરમિયાન સૂર્યાએ 5 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર ઇનિંગ બાદ તે રનઆઉટ થયો હતો.  જો કે આ દરમિયાન સૂર્યકુમાર એવો જોરદાર વરસ્યો હતો કે મેદાનની ચારે તરફ ફરી વળ્યો હતો. પ્રેક્ષકોને આ આતશી બેટિંગ જોવાની મજા પડી ગઈ હતી.

20 ઓવર્સમાં 237 રન બનાવ્યા

ભારતે પહેલા બેટિંગ કરતા એટલી શાનદાર બેટિંગ કરી હતી કે 20 ઓવર્સમાં ટીમનો સ્કોર 237 રન નોંધાયો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત અને લોકેશ રાહુલે ઓપનિંગ કરતાં વિસ્ફોટ્ક શરૂઆત અપાવી હતી. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ પણ બોલરોની હાલત દયનીય કરી દીધી હતી.

Published by:Mayur Solanki

First published:

Tags: Cricket News Gujarati, IND Vs SA, Indian Cricket, T20 cricket

Source link

Leave a Comment