દર્દી ડોક્ટરના પ્રેમમાં પડ્યો, રોજ નવી નવી બિમારી લઈ હોસ્પિટલે પહોંચી જતો


કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એકતરફી પ્રેમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં હૈલટ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલા દર્દીને જૂનિયર ડોક્ટર સાથે પ્રેમ થઈ ગયો. ડોક્ટર્સને જોવા માટે યુવક દરરોજ નવી નવી બિમારી લઈને હોસ્પિટલે પહોંચી જતો હતો. 15 દિવસ સુધી આ ક્રમ ચાલતો રહ્યો તો ડોક્ટરને શંકા ગઈ અને તેણે સીનિયર ડોક્ટર્સને ફરિયાદ કરી દીધી. જે બાદ હૈલટના સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો અને બાદમાં ધોઈ નાખ્યો. પછી તેને પોલીસને સોંપી દીધો.

પકડાઈ ગયા બાદ યુવકે સ્પષ્ટતા આપી હતી કે, હું તો દવા લેવા ગયો હતો, હવે ફરીવાર નહીં જાઉં. પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, જાજમઉનો રહેવાસી તૌહીદ પંદર દિવસથી બિમાર પડતો હતો. તે હૈલટની ઓપીડીમાં રસીદ લઈને સારવાર કરાવવા પહોંચી જતો હતો. આ દરમિયાન ઓપીડીમાં મેડીકલ કોલેજની જૂનિયર ડોક્ટર દર્દીઓને ચકાસી રહી હતી. જૂનિયર ડોક્ટરે તેની પણ સારવાર કરી.

આ પણ વાંચો: લવ જેહાદનું હત્યા મોડ્યુલ: ધર્મ પરિવર્તન કરવાની ના પાડતા હિન્દુ યુવતીને ચોથા માળેથી ફેંકી દીધી

સારવારના બહાને દરરોજ હોસ્પિટલે પહોંચી જતો

જૂનિયર ડોક્ટરે તેની સારવાર કરી દવા લખી દીધી. પણ આ દરમિયાન તૌહીદને જૂનિયર ડોક્ટર સાથે પ્રેમ થઈ ગયો. બાદમાં તો તે દરરોજ બિમાર પડવાનું બહાનું બનાવી હોસ્પિટલે આવી જતો. ઘણી વાર તો અલગ અલગ નામથી ઓપીડીની રસીદ બનાવી. જો કે, ક્યારેક જૂનિયર ડોક્ટર ન આવતી, તો તેના વિશે અન્યને પુછવા લાગતો.

હોસ્પિટલ સ્ટાફે ધોઈ નાખ્યો

આ વાતની જાણકારી જ્યારે જૂનિયર ડોક્ટરને થઈ તો, તેણે સીનિયર ડોક્ટરને તેની ફરિયાદ કરી. શનિવારે ફરી ઓપીડીની રસીદ લઈને તૌહીદ ઓપી઼ડી રુમમાં પહોંચ્યો તો સ્ટાફ સતર્ક થઈ ગયો. જેવું તેણે જૂનિયર ડોક્ટર વિશે સ્ટાફને પુછ્યું તો, તેને પકડી ખૂણામાં લઈ જઈ ધોઈ નાખ્યો. બાદમાં પોલીસે સોંપી દીધો.

Published by:Pravin Makwana

First published:

Tags: Love storySource link

Leave a Comment