દિનેશ લાડની સલાહ, વર્લ્ડકપ જીતવો હોય તો આઈપીએલ રમવાનું બંધ કરો, રોહિતનાં નાનપણનાં કોચ


T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય ટીમ પર અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે. ઘણા દિગ્ગજોએ તો કેપ્ટન રોહિત શર્માને પણ સુકાની પદ છોડવાની સલાહ આપી છે. દરમિયાન, રોહિત શર્માના બાળપણના કોચ દિનેશ લાડનું કહેવું છે કે જો ભારતીય ટીમે 2023નો ODI વર્લ્ડ કપ જીતવો હોય તો તેણે IPLથી દૂર રહેવું પડશે.

દિનેશ લાડે સ્પોર્ટકીડા સાથેની ખાસ વાતચીત દરમિયાન કહ્યું, ‘આ ટીમ છેલ્લા 7-8 મહિનામાં સ્થિર નથી. જો આપણે વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યા છીએ તો ટીમને એકજૂથ થવું પડશે. છેલ્લા સાત મહિનામાં કોઈ ઓપનિંગ કરવા આવી રહ્યું છે તો કોઈ બોલિંગ કરવા આવી રહ્યું છે. આ ટીમ બિલકુલ સ્થિર નથી.

આ પણ વાંચો: ટીમ માટે બોજ બની રહ્યો છે, બહાર કાઢો… રિષભ પંત પર ભડક્યા ટીમ ઇન્ડિયા પૂર્વ ખેલાડી

દિનેશે આગળ કહ્યું, ‘મને નથી લાગતું કે વર્કલોડ મેનેજમેન્ટ આનું કારણ છે. દુનિયાભરમાં દરેક વ્યક્તિ ક્રિકેટ રમે છે. તેથી તમે વર્કલોડને કારણ બનાવી શકતા નથી. જો આવું જ હોય ​​તો વર્લ્ડ કપ જીતવો હોય તો IPLમાં ના રમો. મને લાગે છે કે તેણે દરેક આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ લેવો જોઈએ. કારણ કે આપણે તેમની પાસેથી ચોક્કસ કંઈક મેળવીશું. ઇન્ટરનેશનલ ક્રિકેટ સાથે ક્યારેય બાંધછોડ ન કરો.

આ પણ વાંચો: લગ્ન કર્યા વિના જ બાપ બની ગયો સ્ટાર ક્રિકેટર! સરેઆમ સોશ્યલ મીડિયામાં કરી જાહેરાત

તેણે આગળ કહ્યું, ‘હું એ નક્કી નથી કરી શકતો કે તેણે આઈપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચવું જોઈએ કે નહીં. આ અંગે તેઓએ જાતે જ નિર્ણય લેવાનો છે. કારણ કે, જ્યારે તમે ભારત માટે કે રાજ્ય માટે રમો છો ત્યારે IPL માટે તમારા નામનો જ વિચાર કરવામાં આવે છે. તમારું પ્રદર્શન જ તમને IPLમાં સેલરી કેપમાં મદદ કરે છે.

Published by:Mayur Solanki

First published:

Tags: Cricket News Gujarati, Rohit sharma record, ક્રિકેટ, રોહિત શર્મા



Source link

Leave a Comment