દિલીપ કુમારના બહેન હોસ્પિટલમાં ભરતી થયા, સાયરા બાનૂ ખબર અંતર પુછવા પહોંચ્યા


મુંબઈ: દિવંગત અભિનેતા દિલીપ કુમારની બહેન ફરીદા હોસ્પિટલમાં ભરતી થયા છે. દિલીપ કુમાર અને ફરીદાના ભત્રીજા તેમના દેખરેખ રાખી રહ્યા છે. જો કે, કથિત રીતે ફરીદાના ફેમિલીએ આ બાબતે મૌન ધારણ કર્યું છે. સાયરા બાનો પણ તેમને મળવા આવી રહ્યા છે. ફરીદા એક અઠવાડીયાથી મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં ભરતી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, દિલીપ કુમાર અને ફરીદાના ભત્રીજાનું નામ સાકિત છે. સાકિત મહબૂબ ખાનના પૌત્ર છે. સાકિત ઘણા દિવસથી ફરીદાનું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે.

આ પણ વાંચો: માત્ર સુશાંત સિંહ રાજપૂત જ નહીં, આ બોલિવૂડ સેલેબ્સના મોત પણ છે એક રહસ્ય

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સાયરા બાનોએ દિલીપ કુમારની બહેનનું હેલ્થ અપડેટ પણ આપ્યું છે. તેમણે કહ્યું કે, તે સાજા થઈ રહ્યા છે અને તે એક મહાન શક્તિના સ્ત્રોત છે. જો કે, તેમને શું થયું છે, તેને લઈને કોઈ જાણકારી મળી શકી નથી.

આપને જણાવી દઈએ કે, સાયરા બાનોએ વર્ષ 1966માં 22 વર્ષની ઉંમરે દિવંગત સુપરસ્ટર દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા હતા. રિયલ લાઈફ જોડી જ્વાર ભાટા, સગીના અને બેરાગ સહિત એક સાથે પાંચ ફિલ્મો કરી હતી. ગત વર્ષે દિલીપ કુમારના નિધન પહેલા આ કપલે 56 વર્ષ એક સાથે વિતાવ્યા હતા. ન્યૂઝ 18ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સાયરા બાનો જણાવે છે કે, તે દિલીપ સાહેબને ખૂબ યાદ કરે છે. તેમના વગર હવે પહેલાના માફક જન્મદિવસ પણ નથી ઉજવતા.

Published by:Pravin Makwana

First published:

Tags: Bollywod, Dilip KumarSource link

Leave a Comment